ભારત અને પાક વચ્ચે કઈ બાબતે થઈ સમજૂતી ? શું છે મામલો ? વાંચો
ભારતે ચીન સાથે મહત્વની સમજૂતી કર્યા બાદ હવે અત્યંત નકારાત્મક વલણ ધરાવતા પાકિસ્તાન સાથે પણ એક બાબતમાં ભારતે આગળ વધીને સારી શરૂઆત કરી છે. આ દરમિયાન પાકિસ્તાન તરફથી એક સારા સમાચાર પણ આવ્યા છે. કરતારપુર સાહિબ કોરિડોરને લઈને બંને દેશો વચ્ચે વાતચીત આગળ વધી છે. પાકિસ્તાન આમ તો ભારત વિરોધી નીતિ રાખે છે પણ ક્યારેક તેને અક્કલની દાઢ ફૂટી નીકળે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી ચેનલો દ્વારા વાતચીત થઈ હતી. જેમાં કરતારપુર સાહિબ કોરિડોર પરના કરારને પાંચ વર્ષ માટે લંબાવવા પર સહમતિ બની છે. કરતારપુર સાહિબ કોરિડોર દ્વારા દર વર્ષે ભારતમાંથી હજારો શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાન જાય છે. અહીં આવવા આયાતે ગહહના દિવસો સુધી સિખો ઈંજજતાર કરે છે.
કરાર સમાપ્ત થઈ રહ્યો હતો
શીખ શ્રદ્ધાળુઓ કરતારપુરના ગુરુદ્વારા દરબાર સાહિબમાં જઈને નમન કરે છે. યાત્રાળુઓની સુવિધા માટે, 24 ઓક્ટોબર 2019 ના રોજ બંને દેશો વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેની માન્યતા સમાપ્ત થવાની હતી. પરંતુ હવે બંને દેશોએ સર્વાનુમતે આ કરારને પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.
સર્વિસ ચાર્જ અંગે નિર્ણય નહીં
પાકિસ્તાન દરેક યાત્રાળુ પાસેથી $20 ની સર્વિસ ફી વસૂલ કરે છે. શીખ શ્રદ્ધાળુઓની માંગ છે કે પાકિસ્તાન તેને હટાવી દે જેથી વધુને વધુ લોકો દરબાર સાહિબ જઈ શકે અને નમન કરી શકે. આ ફીના કારણે ઘણા લોકો દરબાર સાહેબ જઈ શકતા નથી. ભારત સરકારે ફરી એકવાર આ વિનંતી પાકિસ્તાન સમક્ષ ઉઠાવી છે અને યાત્રાળુઓ પાસેથી ચાર્જ ન લેવા વિનંતી કરી છે. જો કે હજુ આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.