ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ વફાદાર કાશ પટેલને શું મળ્યું ઈનામ ? શું થયું ? જુઓ
અમેરિકામાં ગુજરાતીનોં વટ; કાશ પટેલ એફબીઆઇના ડાયરેક્ટર
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના ગુજરાતી કાશ પટેલને મોટી જવાબદારી સોંપી છે. ટ્રમ્પે કાશ પટેલને એફબીઆઇના ડાયરેક્ટર તરીકે નોમિનેટ કર્યા છે. કાશ પટેલને ટ્રમ્પની ખૂબ નજીક માનવામાં આવે છે. પટેલ 2017માં ગૃહની સંસદીય પસંદગી સમિતિના સભ્ય બન્યા હતા. આમ અમેરિકામાં ભારતીયોનો દબદબો વધી રહ્યો છે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાણકારી આપી
ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે રાત્રે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને જાણકારી આપતા લખ્યું હતું કે, ‘મને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે કશ્યપ ‘કાશ’ પટેલ ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના આગામી ડિરેક્ટર તરીકે સેવા આપશે. કાશ એક તેજસ્વી વકીલ, ઇન્વેસ્ટિગેટર અને ‘અમેરિકા ફર્સ્ટ’ ફાઈટર છે. જેમણે તેની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ, ન્યાયની રક્ષા અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં વિતાવી છે.’
આ પસંદગી ટ્રમ્પના એ દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે કે સરકારના કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓમાં આમૂલ ફેરફારોની જરૂર છે. આ નિર્ણય દર્શાવે છે કે ટ્રમ્પ તેમના સંભવિત વિરોધીઓ સામે બદલો લેવા માગે છે.
આ કારણે કરવામાં આવી નિમણૂંક
ટ્રમ્પનો નિર્ણય દર્શાવે છે કે તેઓ વર્ષોથી ચાલી રહેલી ફેડરલ તપાસથી હજુ પણ નારાજ છે જેણે તેમના પ્રથમ કાર્યકાળને પણ નુકસાન પહોંચાડ્યું હતું. હવે, એફબીઆઈ અને ન્યાય વિભાગમાં તેમના નજીકના સહયોગીઓની નિમણૂક કરીને, ટ્રમ્પ સંકેત આપી રહ્યા છે કે આ નિમણૂંકો તપાસને બદલે તેમનું રક્ષણ કરશે.
રામ મંદિર અંગે નિવેદન આપીને ચર્ચામાં રહ્યા હતા
કાશ પટેલ ભારતના એક સપૂત તરીકે કામ કરી રહ્યા છે અને સૌપ્રથમ એમણે રામ મંદિર અંગે જોરદાર નિવેદન આપ્યું હતું અને તેઓ ચર્ચામાં આવી ગયા હતા. એમણે એમ કહ્યું હતું કે મીડિયા અયોધ્યાના 50 વર્ષ વિષે વાત કરે છે પણ રામ મંદિરના 500 વર્ષના ઇતિહાસને ભુલાવી રહી છે. કાશ પટેલે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વિરોધ કરનારા લોકોની આકરી ટીકા કરી હતી અને મંદિરને સમર્થન આપ્યું હતું.
ગુજરાત સાથે નાતો હોવાનો ગર્વ, 1970 માં કેનેડાથી અમેરિકા ગયા
કાશ પટેલે એક મુલાકાતમાં ગુજરાત સાથે નાતો છે તેમ કહીને ગર્વની વાત છે તેમ કહ્યું હતું. એમનો જન્મ ન્યુયોર્કમાં થયો હતો. એમના માતા પૂર્વ આફ્રિકાના દેશ ટાન્ઝાનિયાના છે અને પિતા યુગાંડાના છે. પિતા યુગાંડાથી કેનેડા ગયા હતા ત્યારબાદ અમેરિકામાં જ સેટ થયા હતા. કાશ પટેલ 1970 માં કેનેડાથી અમેરિકા ગયા હતા. કાયદાના વિષય પર એમણે અનોખી પક્કડ લીધી હતી.