બાઈડેનને શું મળી રાહત, વાંચો
જેમ ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે તેમ અમેરિકામાં પણ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી પ્રેસિડેન્શિયલ ઇલેક્શનને લઈને તમામ ઉમેદવારો કમર કસી રહ્યા છે. તેવામાં જો બાઈડેનને મોટી રાહત મળી છે. ગુરુવારે આવેલા અહેવાલો પ્રમાણે ક્લાસિફાઇડ ડોક્યુમેન્ટસના દુરુપયોગના કેસમાં બિડેનને ક્લીનચિટ મળી ગઈ છે. જો કે ડેમોક્રેટને કમજોર યાદશક્તિવાળા, એક સારા ઈરાદાવાળા વૃદ્ધ માણસ તરીકે દર્શાવીને તેણે રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી હતી.
બિડેન ડોનાલ્ડ ટ્રમ્પ સામે ફરીથી ચૂંટણી લડવા માંગે છે. આ અહેવાલ સામે આવ્યા પછી, બિડેન પર ઊભું થયેલું કાનૂની સંકટ ટાળી ગયું છે. હવે તે ચૂંટણી લડી શકશે. બીજી તરફ, ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ અને તપાસકર્તાઓને સહકાર આપવાનો ઇનકાર કર્યા પછી મોટા પ્રમાણમાં ક્લાસિફાઇડ ડૉક્યુમેન્ટ હટાવવના ગુનાહિત આરોપોનો સામનો કરી રહ્યા છે.