કેનેડાની કોર્ટે મંદિર માટે શું આપ્યો આદેશ ? શું હતી માંગણી ? વાંચો
કેનેડામાં આમ તો ખાલિસ્તાની દેખાવકારો અને આતંકીઓને ખુલ્લી છૂટ જ મળી ગઈ છે પણ કેનેડાની એક કોર્ટે રાહત આપતો આદેશ આપ્યો હતો. અદાલતે એક મંદિરની રક્ષા માટે 100 મીટરના એરિયામાં ખાલિસ્તાની તોફાનીઓને પ્રવેશ કરવાની મનાઈ કરી દીધી હતી.
ટોરન્ટો ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિર દ્વારા એક અરજી દાખલ કરાઇ હતી અને તેના પર સુનાવણી થઈ હતી. કોર્ટે સુનાવણી બાદ એમ કહ્યું હતું કે કોન્સ્યુલર કેમ્પ દરમિયાન 100 મીટરના દાયરામાં ખાલિસ્તાની દેખાવકારો પ્રવેશ કરી શકશે નહીં.
અદાલતે એવો આદેશ આપ્યો હતો કે પરવાનગી વિના કોઈ પણ મંદિરના 100 મીટરના દાયરામાં પ્રવેશ કરી શકશે નહીં અને જો એમ થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તોફાનીઓ 100 મીટરના દાયરામાં આવવા ન જોઈએ તેવી માંગણી મંદિરના વહીવટકારો દ્વારા કરાઇ હતી અને કોર્ટે તે માન્ય રાખી હતી.
અદાલતે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે જો કોઈ પરવાનગી વિના પ્રવેશ કરે તો મંદિર પર હુમલાનો ખતરો રહે છે. કોન્સ્યુલર કેમ્પમાં વડીલો આવતા હોય છે અને એમને પણ ભારે તકલીફ પડી શકે છે.