બ્રિક્સ સમિટમાં વડાપ્રધાનની હાજરીનું શું મહત્વ ? વિશ્વને શું આશા છે ? વાંચો
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન બ્રિક્સ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયનની મુલાકાત થઈ શકે છે. વડાપ્રધાન મોદી આજથી એટલે કે 22 થી 24 દરમિયાન રશિયાના કઝાનમાં યોજાયેલ બ્રિક્સ શિખર સંમેલનમાં હાજરી આપવા સોમવારે રવાના થયા હતા. વડાપ્રધાન રશિયા યુક્રેન અને ઇઝરાયલ તથા ઈરાન વચ્ચેના યુધ્ધને અટકાવવા માટે પણ અપીલ કરી શકે છે. વિશ્વના ઘણા દેશોને મોદીથી અપેક્ષા છે.
ઇરાનના પ્રમુખ સાથેની મોદીની બેઠકથી લોકોને ઘણી અપેક્ષાઓ છે. બંને દેશો આ બેઠકની વિગતોને આખરી ઓપ આપી રહ્યા છે. મોદીની બ્રિક્સ બેઠકમાં હાજરી ઉપરાંત બધા જ દેશોને એમનાથી ઘણી અપેક્ષા છે. 22-24 ઓક્ટોબરે 16મી બ્રિક્સ સમિટ મળી છે. ભારત યુદ્ધ વચ્ચે શાંતિની વાત કરી રહ્યું છે. રશિયા અને યુક્રેન પણ યુદ્ધમાં ફસાયા છે. યુદ્ધની વચ્ચે રશિયામાં બ્રિક્સ સંમેલનનું આયોજન થયું છે.
રશિયાની આ મુલાકાત દરમિયાન, વડા પ્રધાન મોદી કથિત રીતે અન્ય બ્રિક્સ સભ્ય દેશોના કેટલાક સમકક્ષોને મળશે અને દ્વિપક્ષીય વાતચીત કરશે. ખાસ આમંત્રિત દેશોમાંથી કેટલાક બિન-સભ્યો પણ ભારતીય નેતાને મળી શકે છે. જો આ બેઠક યોજાય છે, તો આ વર્ષે જુલાઈમાં પેઝેશ્કિયાને કાર્યભાર સંભાળ્યા પછી બંને નેતાઓ વચ્ચેની તે પ્રથમ દ્વિપક્ષીય બેઠક હશે.
કયા મુદા છે બ્રિક્સના
બ્રિક્સ સમિટ દરમિયાન પશ્ચિમ એશિયાની સ્થિતિ ચર્ચાનો મુખ્ય મુદ્દો બની શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે પેજેશકિયન સાથેની મુલાકાત દરમિયાન મોદી સંભવિત ગાઝા યુદ્ધવિરામનો મુદ્દો ઉઠાવશે અને સંઘર્ષને પશ્ચિમ એશિયાના વ્યાપક વિસ્તારમાં ફેલાતો અટકાવવાની જરૂરિયાત પર ભાર મૂકશે.