પેલેસ્ટાઇનની તરફેણમાં લંડનમાં શું થયું? વાંચો
લંડનમાં પેલેસ્ટાઇનના ટેકામા નીકળેલી રેલીમાં હિંસા ભડકી ઉઠી હતી. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા અને પોલીસે 120થી વધુ લોકોની ધરપકડ કરી હતી. 3 લાખ જેટલા પેલેસ્ટાઇન સમર્થકોએ સેન્ટ્રલ લંડનમાં રેલી કાઢી હતી.
જ્યારે આ રેલીની સામે દક્ષિણપંથી ટેકેદારોએ પણ રેલી કાઢી હતી અને બંને રેલીમાં હાજર લોકો વચ્ચે ટકરાવ થયો હતો. જો કે પોલીસે સમયસર પહોંચી જઈને વધુ હિંસા થતી અટકાવી હતી. વડાપ્રધાન ઋષિ સુનકે હિંસક ઘટના અંગે ચિંતા દર્શાવી હતી.
એવો આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે કે, રેલીઓમાં હિંસા ભડકવાની આશંકા પહેલેથી જ હતી છતાં પોલીસે લાપરવાહી દેખાડી હતી. રેલી પર રોક લગાવવાનો પણ પોલીસે ઇનકાર કરી દીધો હતો. પોલીસ અધિકારીઓએ કયું હતું કે, અમને એવો કોઈ સંકેત મળ્યો ન હતો કે રેલીઓમાં મોટાપાય પર હિંસા ભડકી ઉઠશે. રેલીમાં યહૂદી વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. હમાસના ઝંડા પણ ફરકાવવામાં આવ્યા હતા.