અમેરિકામાં ફરી જાહેરમાં શું થયું ? જુઓ
- ક્યાં ગોળીબાર થયો ?
- કેટલા મોત થયા ?
અમેરિકામાં અવારનવાર જાહેરમાં ગોળીબારની ઘટનાઓ બની રહી છે અને સરકાર તમાશો જોઈ રહી છે. અત્યાર સુધી અનેક લોકોનો ભોગ લેવાઈ ગયો છે. ત્યારે વધુ એક ગોળીબારની ઘટના ફ્લોરીડામાં આવેલા એક મોલમાં બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતું જ્યારે એક મહિલા ઘાયલ થઈ હતી, સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યો શખ્સ ગોળીબાર કરીને ફરાર થયો હતો.
એક અજાળ્યા શખ્સે મોલમાં બે ફામ ગોળીબાર કરતા એક વ્યક્તિનું મોત થયુ હતું જ્યારે એક મહિલાને પગમાં ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી હતી. આ ઘટના ઓકાલાના પેડોક મોલમાં બની હતી.
મોલમાં અચાનક ગોળીબાર થતા નાસભાગ મચી ગઈ હતી અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું કે એક શંકાસ્પદ શખ્સ બંદૂક લઈને મોલમાં ઘૂસ્યો હતો અને તે ગોળીબાર કરીને ત્યાથી ફરાર થયો હતો. હાલ પોલીસે આ ઘટના મામલે વધુ તપાસ હાથ ધરી છે.