અમેરિકાએ ભારતની શું કરી ઉશ્કેરણી ? શું કહ્યું ? જુઓ
અમેરિકા વારંવાર ભારત સાથે સારા સંબંધના નાટકો કરે છે અને બીજી બાજુ ગમે ત્યારે ભારત વિરોધી નીતિ પણ જાહેર કરે છે. અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે જેમાં અમેરિકન નાગરિકોને જમ્મુ-કાશ્મીર અને મણિપુર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આતંકવાદ અને અશાંતિ તથા હિંસા થઈ રહ્યા છે તેમ કહીને પોતાની જ જનતાને ડરાવી છે.
એટલું જ નહીં, અમેરિકન નાગરિકોને ભારત-પાકિસ્તાનની સરહદ અને મધ્ય અને પૂર્વ ભારતમાં જ્યાં નક્સલવાદીઓ સક્રિય છે ત્યાં ન જવા માટે પણ કહેવામાં આવ્યું છે. વ્યાપક શબ્દોમાં કહીએ તો અમેરિકાએ તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતને લેવલ 2 પર મૂક્યું છે, જેનો અર્થ થાય છે સાવધાનીમાં વધારો. દેશના ઘણા ભાગોને લેવલ 4માં રાખવામાં આવ્યા છે.
આતંકવાદ, ગુનાખોરીના કારણ
અમેરિકી વિદેશ વિભાગે પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે ભારતમાં ગુનાખોરી અને આતંકવાદને કારણે સાવધાની વધારવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ખતરો વધી ગયો છે. આતંકવાદ અને નાગરિક અશાંતિને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર (પૂર્વીય લદ્દાખ ક્ષેત્ર અને તેની રાજધાની લેહ સિવાય)ની મુસાફરી કરશો નહીં.
સશસ્ત્ર સંઘર્ષ, મધ્ય અને પૂર્વ ભારતમાં આતંકવાદ અને મણિપુરમાં હિંસા અને અપરાધની શક્યતાને કારણે ભારત-પાકિસ્તાન સરહદની 10 કિમીની અંદર મુસાફરી કરવાનું ટાળો.
આ જગ્યાઓ પર મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે.
દુષ્કર્મ વધી રહ્યા છે
એડવાઈઝરીમાં જણાવાયું છે કે ભારતીય અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ભારતમાં બળાત્કાર જેવા ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. પર્યટન સ્થળો અને અન્ય સ્થળોએ જાતીય હુમલો જેવા હિંસક ગુનાઓ બન્યા છે. મોટાભાગની મહિલાઓને ટૂરિસ્ટ પ્લેસ, ટ્રાન્સપોર્ટ હબ, માર્કેટ, શોપિંગ મોલ જેવી જગ્યાઓ પર નિશાન બનાવવામાં આવે છે.
