અમેરિકાએ શું કર્યું ? વાંચો
કોના શિપમેન્ટ રદ કર્યા ?
ભારતની બે મોટી મસાલા બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટ મસાલા હાલ ચર્ચામાં છે. કથિત રીતે કેન્સરનું કારણ બને તેવા જંતુનાશકોના ઉપયોગના આરોપોને કારણે સિંગાપોર અને હોંગકોંગમાં એમડીએચ અને એવરેસ્ટ મસાલાના કેટલાક ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે અમેરિકામાં પણ આ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે બંને ભારતીય કંપનીઓએ સ્પષ્ટપણે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
અમેરિકી સતાવાળાઓએ એમ કહ્યું છે કે આ મસાલામાં ટાયફોઈડના બેક્ટેરિયા છે. આ કારણ આગળ ધરીને અમેરિકાએ શિપમેન્ટ જ કેન્સલ કરી નાખ્યા છે. અમેરિકાએ અત્યાર સુધીમાં 31 ટકા શિપમેન્ટ રદ કરી નાખ્યા છે. અમેરિકી કસ્ટમ ખાતાએ એવો આરોપ મૂક્યો છે કે આ મસાલામાં સાલમોનેલા તત્વો છે જે પેટમાં ઇન્ફેકશન પેદા કરે છે.
હોંગકોંગ અને સિંગાપોર બાદ હવે અમેરિકા પણ આ મસાલા બ્રાન્ડ્સને લઈને એલર્ટ મોડમાં આવી ગયું છે. એટલું જ નહીં માલદીવે આ મસાલાના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. રોઇટર્સના અહેવાલ મુજબ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ એમડીએચ અને એવરેસ્ટ મસાલામાં આવા જંતુનાશકોના ઉપયોગને શોધવા માટે તેની તપાસ શરૂ કરી છે. રિપોર્ટમાં પ્રવક્તાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ મામલાઓમાં કેમિકલના ઉપયોગના અહેવાલો આવ્યા બાદ તેઓ આ મામલે માહિતી એકત્ર કરી રહ્યા છે.