બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસા રાજકીય બદલા માટે: ન્યૂયોર્ક ટાઈમ્સ
- કટરવાદીઓને બચાવવા પક્ષપાતભર્યો અહેવાલ બાદમાં વિરોધ થતાં હેડિંગ બદલાવવું પડ્યું
બાંગ્લાદેશમાં હિંસક આંદોલન બાદ શેખ હસીનાના રાજીનામા પછી હિન્દુઓ પર થયેલા અત્યાચારો માટે ધર્મઝનુની કટ્ટરવાદીઓને જવાબદાર ઠેરવવાને બદલે
અમેરિકાના અગ્રણી અખબાર ન્યૂયોર્ક ટાઈમસે એ ઘટનાઓ રાજકીય બદલો લેવા માટે બની હોવાનું કારણ દર્શાવતા ભારે વિવાદ થયો હતો. આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હજારો લોકોએ આકરી પ્રતિક્રિયા આપ્યા બાદ અંતે એ અખબારને સમાચારનું હેડિંગ બદલવાની ફરજ પડી હતી.
શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની અનેક ઘટનાઓ બની હતી. હિન્દુઓના મકાનો અને દુકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે મંદિરોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બે હિંદુ નેતાઓની હત્યા કરાઈ હતી.
આ ઘટનાઓના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અમેરિકાના વિદેશ મંત્રાલયે પણ હિન્દુઓ પર થતા હુમલા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.
આ હુમલાઓ પાછળ બાંગ્લાદેશની બાંગ્લાદેશ નેશનલ પાર્ટી અને ભારત વિરોધી જમાત એ ઇસ્લામનો હાથ હતો. પણ ન્યૂયોર્ક ટાઈમસે આ હિંસા માટે રાજકીય પરિબળ જવાબદાર હોવના નું જણાવ્યું હતું. તેમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં હિન્દુ સમુદાય પરંપરાગત રીતે શેખ હસેનાની અવામી લીગ પાર્ટીનો સમર્થક હોવાથી રાજકીય બદલો લેવા માટે હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
દેખીતી રીતે જ ન્યૂયોર્ક ટાઈમ્સ આ હુમલાઓ પાછળના કટ્ટરવાદને છાવરવા માગતું હતું. જોકે અહેવાલની આકરી ટીકા થઈ હતી. અમેરિકા સહિત વિશ્વના હજારો હિન્દુઓ અને માનવ અધિકાર સંગઠનોએ આ પક્ષપાત પૂર્ણ અહેવાલ બદલ ન્યૂયોર્ક ટાઈમ્સ ની ઝાટકણી કાઢી હતી. મામલો ગંભીર બનતા અંતે ન્યૂયોર્ક ટાઈમસે,’ હસીનાની વિદાય બાદ હિન્દુઓ પર હુમલા’ એ હેતુનું હેડિંગ બદલાવીને રોષ ઠંડો પાડવા કોશિશ કરી હતી.