યુક્રેન યુદ્ધના અંતનો તખતો તૈયાર: ટ્રમ્પે પુતીન અને ઝેલેન્સ્કી સાથે ચર્ચા કરી
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ અને પૂર્ણ કરવા માટે કમર કસી છે.
બુધવારે તેમણે રશિયાના પ્રમુખ પુતિન અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે ફોન ઉપર લાંબી ચર્ચા કરી હતી
અને યુદ્ધનો અંત અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર ટ્રમ્પે આ વાર્તાલાપો ની જાણકારી આપી હતી. તેમણે પુતિન સાથે તો દોઢ કલાક સુધી ચર્ચા કરી હતી. ટ્રમ્પ ના કહેવા મુજબ બંને નેતાઓએ પોતપોતાની શક્તિઓ વર્ણવી હતી અને સાથે જ સાથે મળીને ચાલવાના ફાયદાની પણ ચર્ચા થઈ હતી.
બાદમાં ઝેલેન્સ્કીએ પણ એ વાર્તાલાપ નો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે યુક્રેન સૌથી વધારે ઇચ્છે છે કે યુદ્ધ પૂર્ણ થાય. તેમણે રશિયન આક્રમણ રોકવા તેમ જ કાયમી અને વિશ્વસનીય શાંતિની સ્થાપના સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે બંને નેતાઓને વિના વિલંબે યુદ્ધના અંત માટે મંત્રણાઓ શરૂ કરવા અનુરોધ કર્યો હતો અને બંને નેતાઓ એ માટે સંમત થયા હતા.
યુક્રેન અને રશિયા વચ્ચે મંત્રણાઓનો પ્રારંભ થાય અને યુદ્ધના અંત માટે નિર્ણાયક પરિણામ લાવી શકાય તે માટે ટ્રમ્પે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબીઓ, સીઆઈએના ડાયરેક્ટર જોન રેટક્લિફ, નેશનલ સિક્યુરિટી એડવાઈઝર માઈકલ વોલ્ટ્ઝ અને વિશેષ દૂત સ્ટીમ વોટકોલ્ફના નેતૃત્વ હેઠળની ટીમને જવાબદારી સોંપી છે. પુતીન સાથેની વાર્તાલાપ દરમિયાન ટ્રમ્પને મોસ્કો આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેને ત્રણ વર્ષ સુધી પુતિની સાથે વાત નહોતી કરી. છેલ્લે 2013માં તત્કાલીન પ્રમુખ બરાક ઓબામા જી-20 સિમેન્ટમાં ભાગ લેવા માટે રશિયા ગયા હતા.અને હવે બાર વર્ષ બાદ ટ્રમ્પ રશિયાની મુલાકાતે જશે એવા નિર્દેશ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ રશિયાને અમેરિકાનું મિત્ર ગણાવતા રહ્યા છે.
તેમણે યુક્રેન યુદ્ધના અંત માટેની ફોર્મ્યુલાનો પણ અણસાર આપ્યો હતો અને યુક્રેને તેના કેટલોક વિસ્તાર જતો કરવો પડશે તેવા નિર્દેશ આપ્યા હતા. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચારમાં પણ સત્તાનો સુકાન સંભાળતા ની સાથે જ યુક્રેન રશિયા વચ્ચેનું યુદ્ધ બંધ કરાવી દેવાની ઘોષણા કરી હતી.