ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનાં મકાન પર બે ફ્લેશ બોમ્બ ઝીંકાયા
ઇઝરાયેલ ના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના
સિસેરિયા ખાતે આવેલા નિવાસ્થાન પર બે ફ્લેશ બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. નેતન્યાહુ કે તેમના પત્ની હુમલા સમયે ઘરમાં હાજર નહોતા. બંને બોમ્બ તેમના બંગલાના બગીચામાં પડ્યા હોવાનો અને કાંઈ નુકસાન ન થયું હોવાનો ઇઝરાયેલ ની સુરક્ષા એજન્સીએ દાવો કર્યો હતો. હુમલો કોણે કર્યો તે અંગે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નહોતી.
આ હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. દુશ્મનો તમામ હદ પાર કરી ગયા હોવાનું જણાવી ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને બદલો લેવાનો હુંકાર કર્યો હતો. ઇઝરાયેલના વિપક્ષે નેતાઓએ પણ આ હુમલાને વખોડી તાત્કાલિક પગલાં ભરવા માગણી કરી હતી.
નોંધનીય છે કે આ અગાઉ 19 ઓક્ટોબરના રોજ પણ
મેં નેતન્યાહુનાં નિવાસ્થાન ઉપર ડ્રોન એટેક થયો હતો.નેતન્યાહુએ એ હુમલા ને દુશ્મનોની સૌથી મોટી ભૂલ ગણાવી હતી અને ત્યારબાદ લેબેનોન,સીરિયા અને ગાઝા પર ઇઝરાયેલ તૂટી પડ્યું હતું.