ટ્રમ્પની AI ઈમેજ : ગરીબના ઘરે જમ્યા, રોડ શો કર્યો….
અમેરિકાના પરિણામો આવી ગયા છે અને ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તે નક્કી થઇ ગયું છે ત્યારે તેમણે જે આક્રમક પ્રચાર કર્યો હતો તેની ચર્ચા પણ વિશ્વભરમાં થઇ રહી છે.

ભારતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા નાટક થતા હોય છે… નેતાલોગ ગરીબના ઘરમાં પલાંઠીવાળીને જમવા બેસી જાય છે..ખુલ્લી જીપમાં રોડ શો કરે છે…ઢોલ વગાડવા લાગે છે….ટ્રમ્પે પણ આવું થોડું ઘણું કર્યું હતુ.. પિત્ઝાના ડીલીવરી બોય બન્યા હતા, કચરા ગાડી ચલાવી હતી…આ બધાના અંતે ટ્રમ્પનો ભવ્ય વિજય થયો છે. હવે ટ્રમ્પની AI તસવીરો વાયરલ થઇ છે જેમાં તેમણે ભારતીય પરંપરા પ્રમાણે પ્રચાર કર્યો હતો તેવું દર્શાવવામાં આવ્યું છે. આ દરેક ઈમેજમાં તેમની સાથે ઈલોન મસ્કને પણ બતાવાયા છે.
