કેનેડાને અમેરિકામાં ભળી જવા ટ્રમ્પનું વધુ એક વખત આહવાન
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યા બાદ અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક વખત કેનેડાના અમેરિકાના 51માં રાજ્ય તરીકે અમેરિકાના ભળી જવાનું આહવાન કર્યું હતું. ટ્રુડોએ સોમવારે લિબરલ પાર્ટીના વડપદેથી તેમ જ વડાપ્રધાનપદે થી રાજીનામું આપ્યું હતું.કેનેડામાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે.
નોંધનીય છે કે ટ્રમ્પ અને જસ્ટિન ટ્રુડો વચ્ચે પકેલેથી બારમા ચંદ્ર જેવા સબંધો છે.નવેમ્બરમાં ટ્રમ્પ વિજયી થયા તે પછી તેમની મુલાકાતે ગયેલા ટ્રુડોને તેમણે ‘ કેનેડાના ગવર્નર ‘ ગણાવી ઠેકડી ઉડાવી હતી.તે પછી ટ્રમ્પ કેનેડાને અમેરિકામાં ભેળવી દેવાનો વિચાર સતત રજૂ કરતાં રહ્યા છે.
ટ્રુડો ના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે
કેનેડામાં ઘણા લોકો અમેરિકાનું 51મું રાજ્ય બનવાનું પસંદ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ હવે કેનેડાને ટકાવવા માત્ર મોટા પાયે વેપાર ખાધ અને સબસિડી સહન કરી શકશે નહીં જે જસ્ટિન ટ્રુડો આ જાણતા હતા અને એટલે જ તેમણે રાજીનામું આપવું પડ્યું હોવાનો ટ્રમ્પે દાવો કર્યો હતો
આ અગાઉ ટ્રમ્પે જો કેનેડા ડ્રગ અને ગેરકાયદે પ્રવાસીઓની ઘુસણખોરી ન અટકાવે તો 25 ટકા ટરીફ લાદવાની ચેતવણી આપી હતી. અમેરિકા અને કેનેડા એક થઈ જાય તો મહાન રાષ્ટ્ર બનશે તેમ કહી તેમણે ઉમેર્યું કે જો કેનેડા યુ.એસ. સાથે ભળી જાય, તો ત્યાં કોઈ ટેરિફ નહીં હોય, કર ખૂબ જ નીચે જશે, અને તેઓ સતત તેમની આસપાસ રહેલા રશિયન અને ચાઇનીઝ જહાજોના જોખમથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
કેનેડા જેવા રાષ્ટ્રને તેની સ્વતંત્રતા પડતી મૂકીને અમેરિકામાં ભળી જવાની હિમાયત કરતું ડોનાલ્ડ ટ્રમ્પનુંઅવિરત રટણ ચર્ચાનો વિષય બન્યું છે.કેનેડાને અમેરિકાનું 51મુ રાજ્ય બનાવવાની તેમની ટિપ્પણીને કેનેડાના ઘણા લોકો રાષ્ટ્રના ઘોર અપમાન સમાન માને છે. જો કે ટ્રમ્પના વારંવાર ના નિવેદનો છતાં આજ સુધી કેનેડાની સરકાર કે બીજા કોઈ પણ રાજકીય પક્ષે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.