Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

વિદેશમાં સ્થાયી થવાનો ટ્રેન્ડ: એક વર્ષમાં જ ૫.૬ લાખ ભારતીયોએ દેશ છોડ્યો

Fri, November 15 2024

દર વર્ષે હજારોની સંખ્યામાં ભારતીયો અમેરિકા, યુકે અને કેનેડા જેવા સમૃદ્ધ દેશો તરફ આકર્ષાય છે

ભારતીયોમાં વિદેશમાં સ્થાયી થવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે અને 2022માં 5.6 લાખ ભારતીયો OECD દેશોમાં માઈગ્રેટ થયા હોવાના આંકડા બહાર આવ્યા છે. આ ભારતીયો જે દેશોમાં ગયા છે તેમાં યુકે, યુએસ અને કેનેડા જેવા દેશો ટોચ પર છે જો કે, આ ત્રણેય દેશોમાં ઈમિગ્રેશનનો વિરોધ થઈ રહ્યો છે.

આ દેશો ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)નો ભાગ છે અને તેમણે ભારતીયો માટે દરવાજા ખોલ્યા છે. નવા ઈમિગ્રન્ટ્સ હોય કે પછી ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તરીકે કે પછી સિટિઝનશિપ મેળવવાની હોય પરંતુ **OECD દેશોમાં ઈમિગ્રેશનમાં ભારતીયો ટોચ પર આવે છે. જોકે, હવે ભારતીયો માટે અમેરિકા, યુકે અને કેનેડા જેવા દેશોમાં માઈગ્રેટ કરવું મુશ્કેલ બની શકે છે, કેમ કે આ તમામ દેશોમાં ઈમિગ્રેશનનો વિરોધ થઈ રહ્યો છે અને તેના કારણે સરકાર દ્વારા તેને નિયંત્રણમાં લાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જોકે, 2022નું વર્ષ ઐતિહાસિક રહ્યું અને તે વર્ષે 5.6 લાખ ભારતીયો OECD દેશોમાં ગયા હતા અને આ સંખ્યામાં તેના આગળના વર્ષ કરતાં 35 ટકાનો ઉછાળો નોંધાયો હતો. OECD દેશોમાં નવા માઈગ્રન્ટના સ્ત્રોત તરીકે ભારત ટોચ પર રહ્યું હતું જ્યારે 3.2 લાખ સાથે ચીન બીજા ક્રમે રહ્યું હતું. OECD દેશોમાં જેટલા પણ નવા ઈમિગ્રન્ટ્સ આવ્યા હતા તેમાં ભારતીયોનો હિસ્સો 6.4 ટકા રહ્યો હતો જ્યારે ચીનનો હિસ્સો 3.8 ટકા હતો. પરંતુ આમાં સૌથી ધ્યાન રશિયાએ ખેંચ્યું છે કેમ કે માઈગ્રેશનમાં રશિયન નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે. 2022માં 2.6 લાખ રશિયન નાગરિકો **OECD દેશોમાં માઈગ્રેટ થયા હતા. આ યાદીમાં રશિયા 18માં ક્રમે રહ્યું હતું.

ઈન્ટરનેશનલ માઈગ્રેશન આઉટલુક 2024માં આપવામાં આવેલી વિગતો અનુસાર, 2022માં યુકેએ 1.12 લાખ ભારતીયોને આવકાર્યા હતા અને આ આંકડો 2021 કરતા લગભગ ડબલ જેટલો છે. જ્યારે 1.25 લાખ ભારતીયોએ અમેરિકામાં સ્થળાંતર કર્યું હતું જે અગાઉના વર્ષ કરતાં 35 ટકાનો વધારો દર્શાવે છે. કેનેડામાં 1.18 લાખ ભારતીયોએ માઈગ્રેટ કર્યું હતું પરંતુ તે સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. અગાઉના વર્ષની સરખામણીમાં કેનેડા માઈગ્રેટ થનારા ભારતીયોની સંખ્યામાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ દેશોમાં ભારતીયો મુખ્યત્વે લેબર પાથવે દ્વારા માઈગ્રેટ થાય છે. જેમાં ઘણીવાર મુખ્ય અરજદારો તરીકે અથવા પરિવારના સભ્યો સાથે માઈગ્રેટ થાય છે.

ચીનમાંથી પણ નોંધપાત્ર માઈગ્રેશન શરૂ થયું હતું. 2022માં OECD સભ્ય દેશોમાં ત્રણ લાખથી વધુ ચાઈનીઝ ઈમિગ્રન્ટ્સ ગયા હતા જે અગાઉના વર્ષ કરતાં 13 ટકા વધારે છે. ખાસ કરીને ચીનમાંથી અમેરિકામાં માઈગ્રેશનના પ્રવાહમાં 37 ટકાનો વધારો નોંધાયો છે. રશિયા અને રોમાનિયામાંથી પણ 2.7 લાખ નવા ઈમિગ્રન્ટ્સ **OECD દેશોમાં ગયા હતા. જ્યારે તુર્કિયે, ઈઝરાયલ અને જર્મની રશિયન ઈમિગ્રન્ટ્સ માટે પ્રાથમિક OECD સ્થળો તરીકે ઉભરી આવ્યા છે. બીજી તરફ રોમાનિયાના નાગરિકો મોટાભાગે જર્મની, સ્પેન અને ઈટાલી જેવા દેશોમાં ગયા હતા.

જોકે, હવે છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. એક સમયે ઈમિગ્રન્ટ્સને આવકારતું કેનેડા હવે ઈમિગ્રેશન પર આકરા નિયંત્રણો મૂકી રહ્યું છે. કેનેડામાં ઈમિગ્રેશનનો વિરોધ થઈ રહ્યો છે અને સરકાર પર પણ તેને નિયંત્રણમાં લાવવાનું દબાણ વધ્યું છે. જેથી કેનેડાએ આ વર્ષની શરૂઆતથી જ પોતાના વિઝા અને ઈમિગ્રેશનના નિયમોને કડક બનાવ્યા છે. તેવી જ સ્થિતિ યુકેમાં પણ જોવા મળી રહી છે. ટ્રમ્પ ઈલીગલ ઈમિગ્રેશનના તો કટ્ટર વિરોધી છે જ પરંતુ તેઓ લીગલ ઈમિગ્રેશનમાં પણ ઘટાડો કરવાની યોજના ધરાવે છે. તેવામાં આ દેશોમાં હવે ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Previous

ગોઝારો શુક્રવાર !! મોડાસા અને હાંસોટ પાસે બે ગમખ્વાર કાર અકસ્માતમાં 7 લોકોના નિપજ્યાં મોત

Next

સગીર પત્ની સાથે સહમતિથી સેકસ કરવું યોગ્ય કે અયોગ્ય ?? બોમ્બે હાઇકોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
12 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
44 મિનિટutes પહેલા
 નિષ્ઠુર જનેતા! રાજકોટમાં 9 વર્ષના બાળકની નજર સામે માતાએ પ્રેમી સાથે શરીર સુખ માણ્યું
57 મિનિટutes પહેલા
જીવનસાથીની શોધ કરવી પડી ભારે! ઓનલાઇન ડાઉનલોડ કરેલી એપ્લિકેશન યુવકને 60 હજારમાં પડી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

બાંગ્લાદેશના સાંસદની કોલકતામાં ભેદી હત્યા:લાશની શોધખોળ ચાલુ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ રહેશે હળવાશ ભર્યો, આર્થિક સ્થિતિમાં સુધાર આવશે
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
World Autism Day 2025 : શું તમારું બાળક પણ છે ઓટીઝમનો શિકાર ?? જાણો ઓટીઝમ એટલે શું ? કઈ રીતે ઓળખી શકાય ?
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
રાજકોટ : માજી, તડકો બહુ છે ‘સોડા પી લ્યો’ કહી યુગલ ઘરેણા ચોરી ગયું !! ઈન્દીરા સર્કલ પાસે ભરબપોરે બનેલો બનાવ
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર