અમેરિકી ફેડે બીજી વાર વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો
US ફેડ રિઝર્વ બેંકે સતત બીજી વખત વ્યાજદરમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. જેથી US ફેડના વ્યાજદરની રેન્જ 4.50 ટકા-4.75 ટકા પર આવી ગયા છે. આ અગાઉ બેંકે સપ્ટેમ્બરમાં વ્યાજદર 0.50 ટકા ઘટાડી 4.75 ટકા કર્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયની અસર IT અને ફાર્મા પર દેખાશે, કેમ ફેડ પછી RBI પણ વ્યાજદર અંગે નિર્ણય લે એવી શક્યતા છે. વળી લોન સસ્તી થવાથી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ કંપનીઓને સીધો લાભ થશે.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતના બીજા જ દિવસે યુએસ ફેડ રિઝર્વે રેટ કટ કર્યો છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા બે મહિનામાં સતત બીજી વખત રેટ કટ બાદ હવે ભારતીય રિઝર્વ બેંક પર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે.