અમેરિકાની ચૂંટણીમાં પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારનો મુદ્દો ગાજ્યો
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારનો મુદ્દો માત્ર ભારતમાં જ આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ગાજે છે એવું નથી,અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારનો મુદ્દો ગાજવા લાગ્યો છે. પ્રમુખપદની ચૂંટણીને હવે માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે તે પહેલા અમેરિકાના ભારતીય મૂળ ધરાવતા મતદારોને રીઝવવા માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કરી અને જો બાયડન અને કમલા હેરીસે કદી પણ હિન્દુ અને ચિંતા ન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
દિવાળી નિમિત્તે X ઉપર આપેલા સંદેશામાં તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને વખોડ્યા હતા. તેમણે કહ્યું કે અમેરિકામાં મારું શાસન હોત તો બાંગ્લાદેશમાં કદી આ ઘટના બની ન હોત.તેમને ઉમેર્યું કે કમલા હેરિસ અને બાઇડેને અમેરિકા અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓની અવગણના કરી છે. તેમણે પોતે સત્તા પર આવે તો હિન્દુઓનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સારા મિત્ર ગણાવી તેમણે ભારત સાથે વધુ ઘનિષ્ઠ સંબંધો વિકસાવવાની પણ ખાતરી આપી હતી.અમેરિકામાં વસતા હિન્દુઓ જોગ સંદેશમાં તેમણે લખ્યું,”અમે કટ્ટરપંથી ડાબેરીઓના ધર્મવિરોધી એજન્ડા સામે હિંદુ અમેરિકનોનું પણ રક્ષણ કરીશું. અમે તમારી આઝાદી માટે લડીશું. મારા વહીવટ હેઠળ, અમે ભારત અને મારા સારા મિત્ર, વડા પ્રધાન મોદી સાથે અમારી મહાન ભાગીદારીને વધુ મજબૂત કરીશું,”