અમેરિકામાં ત્રણ અઠવાડિયા થી લાપતા બનેલા ભારતીય વિદ્યાર્થીની લાશ મળી
મૃતકના ભારત સ્થિત માતા બાપ પિતાને ખંડણીનો ફોન આવ્યો હતો
અમેરિકા ભણવા ગયેલા 25 વર્ષનો હૈદરાબાદના મોહમ્મદ અબ્દુલ નામના લાપતા બનેલા યુવાનનો ત્રણ અઠવાડિયા બાદ તેનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર જાગી છે.ન્યૂયોર્ક ખાતેની ભારતીય રાજદૂત કચેરીએ મંગળવારે આ જાણકારી આપી હતી.જોકે મૃત્યુના કારણે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
મોહમ્મદ અબ્દુલ ઓહીયો રાજ્યની કેલવેલેન્ડ યુનિવર્સિટીમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં માસ્ટરની ડિગ્રી લેવા માટે મે મહિનામાં અમેરિકા ગયો હતો.7મી માર્ચ પછી તેના ફોન આવતા બંધ થઈ ગયા હતા. એ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ફોન કરી હૈદરાબાદ સ્થિત તેના માતા પિતા પાસે 1200 ડોલરની ખંડણી માગતો ફોન કર્યો હતો. ફોન કરનારે મોહમ્મદ અબ્દુલનું અપરણ કર્યાનું જણાવી જો રકમ ન મળે તો તેની કિડની વેચી દેવાની ધમકી આપી હતી. અબ્દુલ્લા માતા પિતાએ આ ફોન બાબતે અમેરિકામાં રહેતા અન્ય સગા વ્હાલાઓને જાણ કર્યા બાદ લાપતા બન્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવી હતી.તે પછી છેક ત્રણ અઠવાડિયા બાદ તેની લાશ મળી આવતાં અનેક ભેદ ભરમ સર્જાયા છે.નોંધનીય છે કે આ વર્ષે ભારતીય વિદ્યાર્થીઓના ભેદી સંજોગોમાં મૃત્યુ થવાની આ 11મી ઘટના છે.