સેનેટ અને હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ ઉપર પણ રિપબ્લિકન પાર્ટીનો કબજો
ટ્રમ્પના હાથમાં આવે એક હથ્થું સતા
‘હાઉસ’ માં બે અશ્વેત મહિલાના વિજયથી ઇતિહાસ રચાયો
અમેરિકન કોંગ્રેસની સેનેટ ઉપર પણ પુન:કબજો મેળવવામાં રિપબ્લિકન પાર્ટીને સફળતા મળી હતી.
100 સભ્યોની સેનેટ પર છેલ્લા બે વર્ષથી ડેમોક્રેટ્સનું વર્તસ્વ હતું. આ વખતે સેનેટના 34 સભ્યોની ચૂંટણી હતી. તેમાં ઓહીઓ અને વેસ્ટ વર્જિનિયાની બેઠકો પર રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોનો વિજય થતા સેનેટ ઉપર ડેમોક્રેટ શાસનનો અંત આવ્યો હતો.
ગત વખતે સેનેટમાં ડેમોક્રેટ્સના 47 સભ્યો હતા અને ચાર અપક્ષ સભ્યોના સમર્થન સાથે કુલ 51 બેઠક મેળવી ડેમોક્રેટ્સ સેનેટનો અંકુશ ભોગવતી હતી પણ આ વખતે ચૂંટણીના પરિણામોમાં સર્જાયેલા અપસેટને કારણે તેણે એ અંકુશ ગુમાવી દીધો છે. સેનેટ ઉપરના કબજાને કારણે ડોનાલ્ડ ટ્રમ્પને હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂકથી લઈ અને વિવિધ દેશોમાં રાજદુતોની પસંદગી બાબતે છૂટો હાથ મળશે. બીજી તરફ 435 સભ્યોના હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવ ઉપર રિપબ્લિકન પાર્ટીનો અંકુશ યથાવત રહ્યો હતો.
હાઉસ ઓફ રીપ્રેઝેન્ટેટીવસમાં આ વખતે બે અશ્વેત મહિલા સભ્યોના વિજયને કારણે ઇતિહાસ રચાયો હતો. દેલવારે માંથી ડેમોક્રેટિક્સ ઉમેદવાર લિઝા બ્લન્ટ અને મેરીલેન્ડ ની બેઠક પરથી પણ ડેમોક્રેટ્સ પાર્ટીના ઉમેદવાર એન્જેલના અલ્સોવુક્સ વિજયી બન્યા હતા.
ભારતીય મૂળ ધરાવતા સાત ઉમેદવારો હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવસ માં વિજયી
હાઉસ ઓફ રીપ્રેઝેન્ટેટિવસની ચૂંટણીમાં વર્જિનિયાની બેઠક પરથી ભારતીય મૂળ ધરાવતા સુવાસ સુબ્રમણ્યમ અને એરીઝોનની બેઠક પરથી ડોક્ટર અમિશ શાહ વિજયી બન્યા હતા. એ જ રીતે ભારતીય મૂળ ધરાવતા શ્રી થોડેર, રાજા કૃષ્ણમૂર્તિ, રાઓ ખન્ના, પ્રમીલા જયપાલ અને ડોક્ટર અમી બેરા સીટિંગ સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા અને એ તમામનો વિજય થયો હતો.