યુરોપીય સંઘની ભારતીય કંપનીઓ સામે કેવા પગલાંની ધમકી વાંચો
શા માટે રોષમાં છે શાસકો ?
યુરોપીય સંઘ ભારત અને ચીન સહિત અન્ય ઘણા દેશોની કંપનીઓ પર પ્રતિબંધ લાદવાની તૈયારી કરી રહ્યું છે. યુરોપીય સંઘનો આરોપ છે કે આ કંપનીઓ યુક્રેન સામેની લડાઈમાં રશિયાને મદદ કરી રહી છે. યુરોપીય સંઘે આ કંપનીઓ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે અને જો આ પ્રસ્તાવને તમામ સભ્ય દેશો દ્વારા પસાર કરવામાં આવશે તો એવું પહેલીવાર બનશે જ્યારે યુરોપીય સંઘ કોઈ ચીની કંપની પર સીધો પ્રતિબંધ લાદશે.
યુરોપીય સંઘ જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે તેમાં હોંગ-કોંગ, સર્બિયા, ભારત, તુર્કી અને ચીનની કંપનીઓ સામેલ છે. જોકે, કાનૂની કારણોસર કંપનીઓના નામનો ખુલાસો કરવામાં નથી આવ્યો.
કંપનીઓ પર પ્રતિબંધનો અર્થ એ થશે કે જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ભવિષ્યમાં યુરોપિયની કંપનીઓ સાથે બિઝનેસ નહીં કરી શકશે. યુરોપીય સંઘનો આરોપ છે કે રશિયા આ જ થર્ડ પાર્ટી કંપનીઓની મદદથી પ્રતિબંધિત સામાનની ખરીદી કરી રહ્યું છે, જે પ્રતિબંધોને કારણે તેને સીધો નથી મળતો.
યુરોપીય સંઘે યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં રશિયાની મદદ કરવાના આરોપમાં અગાઉ પણ અનેક ચીની કંપનીઓ પર પ્રતિબંધોનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ કેટલાક સભ્ય દેશોના વિરોધ બાદ તે પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ સાથે જ ચીને વચન પણ આપ્યું હતું કે તે રશિયાને મદદ નહીં કરશે. ચીન યુરોપના ઘણા દેશોનું મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર છે. યુરોપીય સંઘના મુખ્ય દેશ જર્મનીની કાર માટે ચીન સૌથી મોટું બજાર છે. આ જ કારણ છે કે યુરોપીય સંઘના ઘણા દેશો ચીનની કંપનીઓ પર નિયંત્રણો લાદવામાં ખચકાય રહ્યા છે.