વડાપ્રધાન મોદીની માનવતા અમેરિકામાં ખીલી ઉઠી
કેન્સર સામે લડવા 7.5 મિલિયન ડોલરનું ફંડ અને 4 કરોડ વેક્સિન આપવાની જાહેરાત કરતાં ક્વાડના નેતાઓ ખુશખુશાલ; બધાએ મોદીનો આભાર માન્યો
અમેરિકામાં યોજાયેલી ક્વાડ સમિટ બાદ સભ્ય દેશોના નેતાઓએ કેન્સર મૂનશોટ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કેન્સર નિવારણ માટે 7.5 મિલિયન ડૉલરનું પેકેજ અને વેક્સિનના 4 કરોડ ડોઝ આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ભારતનું વિઝન છે – વન અર્થ, વન હેલ્થ.
કેન્સર મૂનશોટ ઈવેન્ટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘હું આ ઈવેન્ટનું આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ બાઈડેનને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ સસ્તું, સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ પૂરી પાડવાના અમારા સહિયારા સંકલ્પને પ્રતિબિંબિત કરે છે. કોરોના મહામારી દરમિયાન, અમે ઈન્ડો-પેસિફિક માટે ક્વાડ વેક્સિન પહેલ શરૂ કરી હતી અને મને આનંદ છે કે ક્વાડમાં અમે સર્વાઇકલ કેન્સરના પડકારનો સાથે મળીને સામનો કરવાનું નક્કી કર્યું છે.
તેમણે કહ્યું કે, ‘કેન્સરની કેરમાં સારવાર માટે સહયોગ જરૂરી છે. ખૂબ જ સસ્તું સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ પ્રોગ્રામ ભારતમાં મોટા પાયે ચાલી રહ્યો છે. આ સાથે ભારત વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના ચલાવી રહ્યું છે અને તમામને સસ્તા ભાવે દવાઓ પૂરી પાડવા માટે વિશેષ કેન્દ્રો પણ સ્થાપવામાં આવ્યા છે.