વડાપ્રધાન મોદીની બ્રિક્સ શિખર સંમેલનમાં કાલે હાજરી
આજથી 24 તારીખ સુધી ચાલશે, મોદી અનેક મુદ્દે વક્તવ્ય આપશે
વડાપ્રધાન મોદી આજથી જ્હોનીસબર્ગમાં શરૂ થઈ રહેલા બ્રિક્સ શિખર સંમેલનમાં હાજરી આપવા માટે રવાના થયા છે અને કાલે જ તેમાં વ્યાપાર મંચની બેઠક મળવાની છે. 2019 પછી પહલીવાર વડાપ્રધાન આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠક આજથી 24 તારીખ સુધી ચાલશે.
આર્થિક અને સુરક્ષાને લગતા મુદ્દાઓ પર મોદી વધુ ફોકસ કરશે. શિખર બેઠકમાં ભાગ લેતા પેહલા વડાપ્રધાને આફ્રિકાના પ્રમુખ રામાફોસા સાથે ફોન પર વાત કરી હતી. આ વખતે આફ્રિકાની અધ્યક્ષતામાં શીખર બેઠક યોજાઇ છે.
સંમેલનમાં અન્ય દેશોના મોટા નેતાઓ પણ ભાગ લઈ રહ્યા છે. જેમાં પુટીન તો વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લેશે. આ ઊપરાંત ચીનના પ્રમુખ પણ હાજર રહે તેવી શક્યતા છે.