પાકિસ્તાનની આબરૂ ધૂળધાણી
અફઘાન નાગરિકો માટે પણ યુએસમાં પ્રવેશબંધી
ટ્રમ્પ ઝાટકો :ટ્રમ્પ લગાવશે ( ના)પાક નાગરિકો પર ટ્રાવેલ બાન
ટ્રમ્પે પાકિસ્તાનને મોટો ઝાટકો આપ્યો છે. પાક નાગરિકોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દેશની સુરક્ષા અને જોખમોની સમીક્ષા કર્યા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર ટ્રાવેલ બાન લાદવાની તૈયારીમાં છે. આ પ્રતિબંધ આવતા અઠવાડિયાથી અમલમાં આવે તેવી શક્યતા છે.
હજુ ત્રણ દિવસ પહેલાં જ, એક વોન્ટેડ આતંકવાદીને અમેરિકાને સોંપવા બદલ ટ્રમ્પે અમેરિકી કોંગ્રેસ સમક્ષના તેમના સંબોધનમાં પાકિસ્તાનની પ્રશંસા કરતા પાકિસ્તાન ફૂલ્યું સમાતું નહોતું.પણ એ આનંદ ક્ષણજીવી સાબિત થયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટ્રમ્પે ઓફિસમાં તેમના પ્રથમ દિવસે, 20 જાન્યુઆરીએ, યુ.એસ. માં પ્રવેશ મેળવવા માંગતી કોઈપણ વિદેશી વ્યક્તિ થકી સર્જનારા સંભવિત રાષ્ટ્રીય સુરક્ષાના જોખમોને શોધવા માટે સઘન સુરક્ષા તપાસ કરવાનો એક એક્ઝિક્યુટિવ આદેશ બહાર પાડ્યો હતો અને ક્યા દેશના નાગરિકો પર આંશિક અથવા સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની જરૂર છે તેની યાદી 12 માર્ચ સુધીમાં રજૂ કરવા કેબિનેટને સૂચના આપી હતી.એ સમીક્ષાને આધારે હવે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે ટ્રાવેલ બાન જાહેર કરવામાં આવશે. રોઇટર્સના અહેવાલ મુજબ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સિવાય, અન્ય દેશો પણ મુસાફરી પ્રતિબંધની યાદીમાં હોઈ શકે છે. જો કે આ પ્રતિબંધમાંથી રાજદ્વારીઓ તથા નિયમિત વિઝા ધારકોને મુક્તિ મળવાની સંભાવના છે.
બોક્સ
અમેરિકામાં વિશ્વાસ રાખનાર હજારો
અફઘાન નાગરિકોનું ભાવી અધ્ધરતાલ
અફઘાનિસ્તાનમાં અમેરિકી સેનાની સાથે રહી અને તાલીબનો સામે લડનાર અફઘાન નાગરિકોના જીવ પર
તાલીબાન શાસન દરમિયાન જોખમ સર્જાવાના ભયને ધ્યાનમાં લઇ એવા નાગરિકો અને તેમના પરિવારજનોને અમેરિકામાં વસાવાનું વચન આપવામાં આવ્યું હતું. એ પ્રક્રિયા ચાલુ હતી.એવા 20 હજાર નાગરિકોના પુનર્વસનને મંજૂરી પણ મળી ગઈ હતી. જો કે ટ્રમ્પે શાસન સંભાળ્યા બાદ અફઘાન રિલોકેશન ઓફિસ બંધ કરી દીધી હતી. હવે આ સંભવિત પ્રતિબંધને પગલે એ નાગરિકોના અમેરિકી પ્રવેશ ઉપર પણ અનિશ્ચિતતા ના વાદળો છવાયા છે.
બોક્સ
ટ્રમ્પે પ્રથમ કાર્યકાળમાં પણ અનેક
મુસ્લિમ રાષ્ટ્રોને નિશાન બનાવ્યા હતા
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ત્રણ વખત
ઈરાક, ઈરાન, લિબિયા, સોમાલીયા, સુદાન, સીરિયા અને યેમેન પર ટ્રાવેલ બાન મૂક્યો હતો. તેમનું એ પગલું
‘ મુસ્લિમ પ્રતિબંધ ‘ તરીકે ખ્યાતનામ બન્યું હતું. તેઓ માત્ર મુસ્લિમ દેશોને જ નિશાન બનાવતા હોવાના આક્ષેપો થયા બાદ તેમણે ચાડ, નોર્થ કોરિયા અને વેનેઝુએલાનો પણ એ યાદીમાં સમાવેશ કર્યો હતો.
જો કે બાઇડેને એ તમામ પ્રતિબંધો રદ કરી દીધા હતા.તો ટ્રમ્પના કેટલા આદેશોને અદાલતમાં પડકારવામાં આવ્યા હતા.