પાક. ભારતથી 1 હજાર વર્ષ પાછળ
પાકિસ્તાની જનતા અને એક્સપર્ટસના અભિપ્રાય સોશિયલ મીડિયા ઊપર ફરે છે
ભારત અવકાશ ક્ષેત્રે મજબૂતીથી આગળ વધી રહ્યું છે. પહેલા ભારતની સ્પેસ એજન્સીએ ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું, અને હવે ભારતીય અવકાશ એજન્સીએ ADITYA-L1 સફળતાપૂર્વક લૉન્ચ કરીને ઈતિહાસ રચી દીધો છે ત્યારે પાકના લોકો અને અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતોએ ભારતના વખાણ કર્યા છે અને કહ્યું છે કે આપણે ભારતથી 1 હજાર વર્ષ પાછળ છીએ. કેટલાક લોકો ઈર્ષા પણ કરી રહ્યા છે.
આવા તમામ પાકિસ્તાની લોકોની પ્રતિક્રિયા સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને કહી શકાય કે પાકિસ્તાનને ભારતની સફળતા પસંદ નથી આવી રહી. પાકિસ્તાનીઓ ભારતની પ્રગતિની ઈર્ષ્યા કરે છે. પાકિસ્તાનની રિયલ એન્ટરટેઈનમેન્ટ યુટ્યુબ ચેનલના કેટલાય વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
આમાંથી એક વીડિયોમાં પાકિસ્તાની એક્સપર્ટ સાજિદ તરાર કહે છે કે તે દિવસ દૂર નથી જ્યારે પાકિસ્તાનના લોકો ઘાસ ખાવા માટે મજબૂર થઈ જશે. આ સાથે તે સ્વીકારે છે કે ભારતીય સ્પેસ એજન્સી પાકિસ્તાની સ્પેસ એજન્સી કરતા ઘણી આગળ વધી ગઈ છે. આ સાથે ભારત દરેક બાબતમાં પાકિસ્તાનથી આગળ નીકળી ગયું છે.
વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલાએ આદિત્ય-એલ1 મિશન વિશે કહ્યું કે, ભારત અમારું દુશ્મન છે, તેઓ ચંદ્ર અને સૂર્ય પર જઈ રહ્યા છે, જો તેઓ આગળ જશે તો આ અમારું અપમાન છે. જોકે કેટલાક પાકિસ્તાની લોકો હજુ પણ માને છે કે એક દિવસ તેઓ ભારતની બરાબરી કરશે અને તેઓ પણ એક દિવસ ચંદ્ર અને સૂર્ય સુધી પહોંચી જશે.
વાયરલ થયેલા વીડિયોમાં એક પાકિસ્તાની વ્યક્તિ કહે છે કે, ભારત આપણાથી હજાર વર્ષ આગળ નીકળી ગયું છે. આવી સ્થિતિમાં તેમની અને અમારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી. સાથે જ એક પાકિસ્તાની યુવકનું કહેવું છે કે પાકિસ્તાને ફરી એકવાર ભારતમાં ભળી જવું જોઈએ. એક પાકિસ્તાની માણસ કહે છે કે ભારત કેમ પ્રગતિ ના કરે, ત્યાં વૈજ્ઞાનિકને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે છે અને પાકિસ્તાનમાં વૈજ્ઞાનિકને માફી માંગવા માટે બનાવવામાં આવે છે.