ટેરિફ ઘટાડવા અંગે કોઈ નિર્ણય નથી લેવાયો : ભારત સરકારની સાફ વાત
ભારત ટેરિફ ઘટાડવા માટે સંમત થઈ ગયું હોવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ભારત સરકારે જાહેરમાં નહીં પણ સંસદીય સમિતિ સમક્ષ રદીયો આપ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 2 એપ્રિલથી સમાન ટેક્સનો
અમલ કરવાની જાહેરાત કરી હતી.અમેરિકી ઉત્પાદનો ઉપર ભારત સૌથી વધારે ટેક્સ લગાવતું હોવાનો આક્ષેપ તેઓ સતત દોહરાવતા રહ્યા હતા.બાદમાં તેમણે, કહ્યું ભારત શું કરી રહ્યું છે તે ‘ કોઈએ ‘ ખુલ્લું પાડ્યા બાદ અંતે ભારત ટેરિફ ઘટાડવા સંમત થઈ ગયું હોવાનો જાહેરમાં દાવો કર્યો હતો.
તેમના આ દાવા અંગે સરકારે જો કે હજુ સુધી કોઈ
સતાવાર ખુલાસો નથી કર્યો.પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના અહેવાલ મુજબ ટેરિફ ઘટાડવા અંગે કોઈ પ્રતિબદ્ધતા દર્શાવવામાં ન આવી હોવાનું અને ટ્રમ્પ દ્વારા વારંવાર ઉઠાવતા આ મુદ્દાના ઉકેલ માટે સપ્ટેમ્બર સુધીનો સમય માંગ્યો હોવાનું ભારત સરકારે
સંસદીય સમિતિને જણાવ્યું હતું.
ભારતના વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે પણ તાત્કાલિક કર સુધારાને બદલે લાંબા ગાળાના પરસ્પર લાભદાયક દ્વિપક્ષીય વેપાર કરાર અને સહયોગ પર
સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું જણાવ્યું હતું.
નોંધનીય છે કે અમેરિકાની ધમકીથી ડરીને ભારત ટેરિટ ઘટાડવા સંમત થઈ ગઈ હોવાના ટ્રમ્પે કરેલા જાહેર દાવા પછી પણ ભારત સરકારે અકળાવનારુ મૌન ધારણ કરી રાખતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા.
ભારતે અમેરિકા સાથે બંધ બારણે કોઈ સમજૂતી કરી લીધી છે કે કેમ તેવા સવાલ વિપક્ષે ઉઠાવ્યા હતા. એ બધા વચ્ચે હવે પહેલી વખત ભારતની પ્રતિક્રિયા અંગે સ્પષ્ટ નિર્દેશો મળ્યા છે. ભારત ઉતાવળે કોઈ ટેરિફ ઘટાડો નહીં કરે તેવા સંકેતો મળી રહ્યા છે.એ સંજોગોમાં 2 એપ્રિલ થી સમાન ટેક્સનો અમલ શરૂ થશે કે કેમ તે તરફ સૌની મીટ મંડાઈ છે.