ઈરાનને પણ ભારત પર ભરોસો , કેવી રીતે ? જુઓ
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનુ યુધ્ધ ચાલી રહ્યું છે અને આવી સ્થિતિમાં ઈરાનને પણ ભારત પર જ ભરોસો છે. યુધ્ધ રોકવા ઈરાને અત્યાર સુધીમાં કરેલા તમામ પ્રયાસો નિષ્ફળ પૂરવાર થયા છે. હવે ઈરાનના રાષ્ટ્રપતિએ ભારતને આ યુધ્ધ રોકવા માટે ઈઝરાયેલને સમજાવવા માટે અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ સૈયદ ઈબ્રાહિમ રઈસીએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર અને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુધ્ધ પર ચર્ચા કરી હતી. મોદીએ આતંકી ઘટનાઓ, હિસા તેમજ આમ નાગરિકોના મોત પર ચિંતા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રપતિ રઈસીએ મોદી સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, ઈઝરાયેલ દ્વારા ગાઝામાં થઈ રહેલી કાર્યવાહીન રોકવા માટે ભારતે પોતાની તમામ ક્ષમતાઓનો ઉપયોગ કરવો જોઈએ. ઈરાન દ્વારા અત્યાચારનો ભોગ બનેલા ગાઝાના લોકોને કોઈ પણ પ્રકારની સહાયતા પૂરી પાડવાના પ્રયાસનુ સમર્થન કરવામાં આવી રહ્યુ છે. પેલેસ્ટાઈનના લોકોનો જે પ્રકારે હત્યાકાંડ આચરવામાં આવી રહ્યો છે તે જોઈને દુનિયાના તમામ તટસ્થ દેશો નારાજ છે અને આ પ્રકારના નરસંહારના પરિણામ બહુ ખરાબ હશે.
આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ પેલેસ્ટાઈન મુદ્દે ભારતે પહેલેથી જે વલણ અપનાવ્યુ છે તેના પર કાયમ હોવાનુ કહ્યુ હતુ.