અમેરિકામાં હાઇસ્કૂલમાં જુઓ કોણે ગોળીબાર કર્યો
અમેરિકામાં ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ બાદ શાળાઓ ખુલતાં જ એક દુઃખદ ઘટના બની હતી. પહેલા જ દિવસે ગોળીબારની ઘટના બનતાં અમેરિકા ફરી ચર્ચાનો વિષય બન્યું છે. ગોળીબારની આ ઘટના અમેરિકન રાજ્ય આયોવાની એક હાઈસ્કૂલમાં બની હતી, જ્યાં એક વ્યક્તિ મૃત્યુ પામી હતી જ્યારે ઘણાં લોકો ઘાયલ થયાની હતા. પીડિતોની વય 11થી 12 વર્ષની વચ્ચે છે.
હુમલાખોરની વય 17 વર્ષની હોવાનું બહાર આવ્યું હતું. તે એક હેન્ડગન અને શોટગન લઈને આવી પહોંચ્યો હતો અને તેના સાથી વિદ્યાર્થીઓએ પણ ગોળીઓ વરસાવી દીધી હતી. માહિતી અનુસાર મૃતકાંક વધવાની આશંકા છે.
ગોળીબારની આ ઘટના એવા સમયે બની હતી જ્યારે થોડા સમય બાદ દેશભરમાં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટેની પ્રથમ હરીફાઈ યોજાવા જઈ રહી છે. અમેરિકામાં આવી ઘટનાઓ કોઈ કાળે રોકાતી નથી અને સરકાર લાચાર બની ગઈ છે.