લેબેનોનના વધુ 20 ગામ ખાલી કરવા ઇઝરાયલની સેનાનો આદેશ
મોટા પાયે હવાઈ અને ભૂમિ હુમલા કરવાનો પ્લાન : લોકોને મારવા નથી, ફક્ત હિઝબુલ્લાહ નિશાન પર હોવાની ચોખવટ કરી
ઇઝરાયેલ લેબેનોન પર નિરંતર હુમલા કરી રહ્યું છે અને હવે તેના ખોફનાક ઈરાદા છે. તેની સેના ડિફેન્સ ફોર્સિસએ દક્ષિણ લેબનોનમાં વધારાના 25 ગામડાઓ ખાલી કરાવવાના આદેશો જારી કર્યા હતા. જે દેશમાં તેના ભૂમિ આક્રમણને વિસ્તૃત કરવાનો સંકેત આપે છે. સાથે હવાઈ હુમલા પણ વધારવાની યોજના છે. રાજધાની બેરુંતમાં હવાઈ હુમલા શરૂ થયા છે.
મંગળવારથી દક્ષિણ લેબનોનના કુલ 76 ગામોને ઇઝરાયલની સેનાએ ખાલી કરાવવાની નોટિસ આપી હતી અને અત્યાર સુધીમાં હજારો લોકો ઘર છોડીને સલામત સ્થળે ચાલ્યા ગયા છે.
સેનાના પ્રવક્તા અવિચાય આદ્રેએ ગુરુવારે 25 નવા ગામોના નામોની સૂચિબદ્ધ કર્યા હતા , જે હવે લેબનોનમાં ઊંડે સુધી હુમલા કરવા માંગે છે અને લડાકુ હિઝબુલ્લાહ નજીકથી હટી જવાની પણ લોકોને ચેતવણી આપી છે.
તેમણે લેબનીઝ નાગરિકોને ચેતવણી આપી હતી કે “તમારી સલામતી માટે, તમારે તાત્કાલિક તમારા ઘરો ખાલી કરીને અવલી નદીની ઉત્તર તરફ જવાનું રહેશે.”
“તમારા જીવન બચાવો,”
બુધવારે, સેનાએ જાહેરાત કરી હતી કે તે લેબનોનમાં તેના ગ્રાઉન્ડ વોરમાં ભાગ લેવા માટે એક વધારાનું ડિવિઝન મોકલી રહ્યું છે, તેણે પુનરોચ્ચાર કર્યો કે ઝુંબેશ “મર્યાદિત, સ્થાનિક, લક્ષિત” છે. લોકોને મારવાનો પ્લાન નથી અને ફક્ત હિઝબૂલાહ અમારા નિશાન પર છે.