ઈરાનના જ એજન્ટોએ હનીયેહના ગેસ્ટ હાઉસમાં બોમ્બ ગોઠવ્યા હતા
મોસાદની અકળ ભેદી ભયંકર માયાજાળ
હેડિંગ
ઈરાનના જ એજન્ટોએ હનીયેહના
ગેસ્ટ હાઉસમાં બોમ્બ ગોઠવ્યા હતા
પેટા
હનીયેહની હત્યા માટે ઘરના ઘાતકી જ જવાબદાર
હમાસના વડા ઈસ્માઈલ હનીયેહની તેહરાનમાં થયેલી હત્યા માટે ઇઝરાયેલની જાસુસી સંસ્થા મોસાદે ઈરાનના સુરક્ષા દળના જવાનોને જ હાથો બનાવ્યા હોવાનો સનસનીખેજ ખુલાસો યુકેના ટેલિગ્રાફ અખબારે કર્યો છે. એ જવાનોએ જ ગેસ્ટ હાઉસના ત્રણ રૂમમાં બોમ્બ ગોઠવ્યા હોવાનો ધડાકો થયો છે.
ઈરાનની સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા ટોચના અધિકારીઓનો હવાલો આપી એ અહેવાલમાં જણાવ્યા મુજબ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડઝ કોર્પ્સ માં પણ મોસાદની માયાજાળ વિસ્તરેલી છે.હનીયેહની દરેક ગતિવિધિ ઉપર મોસાદની નજર હતી. હનીયેહ જ્યારે પણ તહેરાન આવતા ત્યારે તેમને ઈરાનના સૌથી વધુ સુરક્ષિત વિસ્તારમાં લશ્કરી અધિકારીઓના ગેસ્ટ હાઉસમાં ઉતારો આપવામાં આવતો હતો. એ હકીકતથી વાકેફ મોસાદે તેમની હત્યાની જવાબદારી રીવોલ્યુશનરી ગાર્ડસ કોર્પ્સમાં ફરજ બજાવતા બે એજન્ટોને સોંપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર હનીયેહ મે મહિનામાં ઈરાનના પ્રમુખ ઈબ્રાહીમ રાઈસમી દફનવિધિમાં ભાગ લેવા તેહરાન ગયા ત્યારે તેમને પતાવી દેવાનો પ્લાન હતો. પરંતુ તે પ્રસંગે લાખો લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી અને કદાચ કાવતરું નિષ્ફળ જાય તો તેના સંભવિત વિપરીત પરિણામોને ધ્યાનમાં રાખી એ પ્લાન પડતો મુકવામાં આવ્યો હતો.
ત્યારબાદ ઈરાનના નવનિર્વાચીત પ્રમુખની શપથવિધિમાં ઉપસ્થિત રહેવાનો હનીયેહના કાર્યક્રમનીજાણ થતાં ‘ ઓપરેશન ‘ ને આખરી અંજામ આપવાનું નક્કી થયું હતું. અહેવાલમાં જણાવવાનું અનુસાર સીસીટીવી ફૂટેજ ના પરીક્ષા દરમિયાન એ ગેસ્ટ હાઉસની સુરક્ષા ની જવાબદારી જેમની ઉપર હતી તેવા બે જવાનો ગેસ્ટ હાઉસ ના ત્રણ રૂમમાં જતાં અને આવતા નજરે પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બાદમાં આ બંને એજન્ટ ઈરાન છોડી ગયા હતા. હનીયેહની અત્યારમાં ઈરાનના જ ઘરના ઘાતકીઓ સામેલ હોવાનું ખુલતા સુરક્ષા વ્યવસ્થા ની ભયંકર ચૂક સામે આવી છે અને સાથે જ ઈરાન સરકાર અત્યંત ક્ષોભજનક અને શરમજનક સ્થિતિમાં મુકાઇ ગઇ છે.