ઇરાને ઇઝરાયેલની ‘આયર્ન ડોમ’ને ટક્કર મારે તેવી ‘ઝાઉબિન’ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પૂર્ણ કક્ષાના યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઇરાને તેણે ઘર આંગણે વિકસાવેલ અત્યંત આધુનિક ” ઝાઉબીન” એર ડિફેન્સ સિસ્ટમ વ્યુહાત્મક સ્થળો પર તૈનાત કરી ઇઝરાયેલ સામે મોટો પડકાર ઊભો કર્યો છે.નિષ્ણાંતો ના મત મુજબ ઇઝરાયેલની બહુ વખણાયેલી ‘ આયર્ન ડોમ ‘ સિસ્ટમને પણ ટક્કર મારે તેવી આ અત્યંત આધુનિક સિસ્ટમને કારણે ઈરાન ઉપર લડાકુ વિમાનો,મિસાઈલ અને ડ્રોન કે હેલિકોપ્ટરો વડે હુમલા કરવાનું ઇઝરાયેલ માટે મુશ્કેલ બનશે.
ઇરાનીયન આયર્ન ડોમ ‘ તરીકે ઓળખાતી આ સિસ્ટમ ઇરાને પ્રથમ વખત તૈનાત કરી છે.6×6 ની સાઈઝની ટ્રક ચેસિઝ પર ગોઠવવામાં આવેલી આ સિસ્ટમ ખૂબ ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે અને કોઈ પણ ખતરાને પહોંચી વળવા સક્ષમ છે.તે વિશાળ વિસ્તારમાં એક સાથે વળતા હુમલા તરીકે ત્રાટકી શકે છે.તેના રડાર એક સાથે 30 કિલોમીટરના પરિઘમાં ઉડતા 100 પદાર્થોને ઝડપી શકે છે અને 20 કિ.મી.ના પરિઘમાં એક સાથે 100 પદાર્થોને ટાર્ગેટ બનાવી શકે છે.દરેક સિસ્ટમ સાત મિસાઈલથી સજજ છે.
દુશ્મન દેશોના ક્રુઝ મિસાઈલ,હેલિકોપ્ટર તથા રડારમાંથી બચવા માટે ઓછી ઊંચાઈએથી ત્રાટકતાં લડાકુ હેલિકોપ્ટરો અને ડ્રોન તથા વિમાનોને ભસ્મીભૂત કરવાની તથા મિસાઈલો નિશાન ઉપર ત્રાટકે તે પહેલા આકાશમાં જ તેને ઉડાવી દેવાની ઈરાનની આ એલ ડી ફેન્સ સિસ્ટમ ક્ષમતા ધરાવે છે.ઇરાને આ સિસ્ટમ રાજધાની તહેરાન અને અન્ય વ્યુહાત્મક સ્થળોએ ગોઠવી હોવાનું માનવામાં આવે છે.