ભારતીય સ્ટુડન્ટની હત્યા કરનારને યુકેની કોર્ટે છોડી મૂક્યો : મુક્કો મારીને મર્ડર થયું હતું
33 વર્ષીય ભારતીય મૂળના યુવકને મુક્કાઓ મારી હત્યા કરનારાને યુકેની કોર્ટે છોડી મૂક્યો હતો. 33 વર્ષીય ભારતીય મૂળ યુવક અમરપાલ અત્કર બર્મિંગહામ બારની બહાર અલ્ટરકેશન દરમિયાન એક અજાણી વ્યક્તિએ માથામાં બે વખત મુક્કો મારતાં તેનું મૃત્યુ થયુ હતું.
અજાણી વ્યક્તિ થોમસ કોલેમનના મુક્કાના કારણે અમરપાલનો મોત થયુ હોવા છતાં તેને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવામાં આવ્યો છે. 31 જુલાઈ, 2021ના રોજ સ્ટેફનસન સ્ટ્રિટ પર સ્થિત વન વારની બહાર ઓલ્ડબરીમાં ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઓફિસર અમરપાલ બારમાં પોતે સેલેબ્રિટી હોય તેવુ વર્તન કરી તેણે કોલેમનને ઈડ શિરિન કહી ટીખળ કરી હતી. જેથી ઉશ્કેરાઈને કોલેમન તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. તેણે હીટ મી, હીટ મી કહી કોલેમને મારવા માટે ઉશ્કેર્યો હતો.