મારી શપથવિધિ પહેલા બંધકોને મુક્ત નહીં કરો તો ગાઝાને નરક બનાવી દઈશ
અમેરિકાના ઇતિહાસમાં અગાઉ કદી ન આપી હોય એવી સજા આપવાની ધારદાર ચેતવણી
અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું સુકાન સંભાળતા પહેલા જ પોતાની સત્તા અને શક્તિનું પ્રદર્શન શરૂ કરી દીધું છે. તેમણે હમાસને તેના કબજામાં રહેલા તમામ બંધકોને મુક્ત કરી દેવાની અને નહિતર ગાઝાને નરક બનાવી દેવાની ચેતવણી આપી હતી.
સોશિયલ મીડિયા પર ટ્રમ્પે લખ્યું,” 20 મી જાન્યુઆરી 2025 ના રોજ હું પ્રમુખ પદ સંભાળું તે પહેલા તમામ બંધકોને મુક્ત કરી દેજો. નહિતર મધ્ય પૂર્વ તેમજ આ
આ માનવીય અત્યાચારો ગુજારનાર જવાબદાર લોકોએ નરકની સજા ભોગવવી પડશે”.
તેમણે કહ્યું કે બંધકોને જો મુક્ત કરવામાં નહીં આવે તો અમેરિકાના લાંબા ઈતિહાસમાં કદી ન આપવામાં આવી હોય એવી સજા હું જવાબદારોને આપીશ. નોંધનીય છે કે હમાસે કુલ 251 ઇઝરાયેલી અને અન્ય દેશના નાગરિકોને બંધક બનાવ્યા હતા. એ દરમિયાન થયેલી ત્રુટક ત્રુટક સમજૂતીઓ દરમિયાન કેટલાક બંધકોની મુક્તિ થઈ હતી. તે પછી પણ 14 મહિના થયા છતાં હજુ પણ 97 નિર્દોષ લોકો હમાસના કબજામાં છે. તેમાંથી 35 બંધકોના મૃત્યુ થયા હોવાનું ઇઝરાયેલનું માનવું છે. આ બંધકોની મુક્તિ તેમજ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ માટે જો બાઇડેન દ્વારા થયેલા પ્રયત્નો નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પે આ ધમકી ઉચ્ચારી હતી.આ ચેતવણી દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વની રાજનીતિમાં પોતાના ઇઝરાયેલ તરફી અભિગમનો સ્પષ્ટ નિર્દેશ આપી દીધો હતો.
અત્રે યાદ કરવું જરૂરી છે કે 7 ઓક્ટોબર 2023 ના રોજ હમાસે કરેલા આતંકવાદી હુમલામાં 1208 ઇઝરાયેલી નાગરિકો અને સૈનિકોના મૃત્યુ થયા હતા.
એ હુમલા ના બદલા રૂપે ઇઝરાય એટલે દાદા ઉપર કરેલા હુમલામાં અત્યાર સુધીમાં 44,467 લોકો માર્યા ગયા છે.