રાંચીમાં કેવી રીતે અશાંતિ સર્જવાનું કાવતરું થયું? જુઓ
રાંચીમાં ફરી એકવાર માહોલ બગાડવાનો અને અશાંતિ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજધાનીના બરિયાતુ ગામમા આવેલી ડીએવી સ્કૂલમાં ઘૂસી જઈને સ્કૂલના મંદિરમાં અજાણ્યા સખસોએ તોડફોડ કરી નાખી હતી. રવિવારે રાત્રે મંદિરમાં ઘૂસી જઈને ભગવાન રામ અને હનુમાન સહિત અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ તોડી નાખવામાં આવી હતી.
આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સવારે લોકો મંદિરમાં પુજા કરવા ગયા ત્યારે તૂટેલી મૂર્તિઓ જોવા મળી હતી અને તરત જ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી. પોલીસે આ બારામાં તપાસ શરૂ કરી હતી. આરોપીઓની ઓળખ કરવા માટે સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા હતા.
22મી જાન્યુઆરી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. તેને લઈને દેશમાં ભક્તિભાવ માહોલ દેખાઈ રહ્યો છે ત્યારે રાંચીમાં જઘન્ય હરકત કરવામાં આવી છે. આ બારામાં લોકોએ દેખાવો પણ કર્યા હતા. પોલીસે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ આરોપીઓને પકડી પાડવામાં આવશે.