UAEથી દિલ્હી લવાયો બબ્બર ખાલસાનો ખૂંખાર આતંકી
ખાલિસ્તાની સમર્થક મોસ્ટ વોન્ટેડ તરસેમ સંધુને અબુધાબીથી ભારત લાવવામાં આવ્યો છે. તેની ગેરકાનૂની પ્રવૃત્તિઓ એક્ટ હેઠળ એન.આઈ.એ. દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને શુક્રવારના રોજ દિલ્હી લાવવામાં આવ્યો હતો.
આરોપી લખબીર સિંહ સંધુ ઉર્ફે લાંડાનો ભાઈ છે, જે પંજાબના તરનતારનનો રહેવાસી છે. NIA દ્વારા તરસેમનું નામ પાકિસ્તાન અને અન્ય દેશોમાં ડ્રગ સ્મગલરો અને ખાલિસ્તાની ઓપરેટિવ્સ સાથે કથિત રીતે નજીકના સંપર્કો હોવા બદલ અનેક ચાર્જશીટમાં આપવામાં આવ્યું છે
અધિકારીઓએ જણાવ્યું કે તરસેમ સિંહ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ સાથે સંકળાયેલા છે. NIA અનુસાર તરસેમ સંધુ મે 2022માં પંજાબ પોલીસ ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર RPG હુમલા અને ડિસેમ્બર 2022માં તરનતારનના સરહાલી પોલીસ સ્ટેશન પર RPG હુમલાને અંજામ આપવાના કાવતરામાં સામેલ હતો.
NIAના જણાવ્યા અનુસાર, તરસેમ સંધુ વિદેશમાં સ્થિત ઓપરેટિવ્સ દ્વારા ભારતમાં તેના સહયોગીઓને આતંકવાદી પ્રવૃત્તિઓ, ખંડણી, હથિયારોની દાણચોરી માટે યુવાનોને ઉશ્કેરવામાં સામેલ છે.