ટ્રમ્પ હાથકડી પહેરાવી અમેરિકામાંથી કાઢી મુકશે તેવા ભયથી બાળકીનો આપઘાત
એક અત્યંત ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટનામાં અમેરિકાના ટેક્સાસમાં રહેતી એક વિદ્યાર્થીનીએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના પરિવારને હાથકડી પહેરાવીને અમેરિકામાંથી કાઢી મુકશે તેવા અજ્ઞાત ભયને લીધે આત્મહત્યા કરી લીધી હતી.
વિદ્યાર્થીનીની માતાએ આરોપ લગાવ્યો છે કે શાળાના અન્ય વિદ્યાર્થી તેને પરેશાન કરતા હતા. તેને અપમાનિત કરતા હતા કે તેનો પરિવાર બિનકાયદેસર રીતે અમેરિકામાં રહે છે. ટુંક જ સમયમાં તેના માતા પિતાને જંજીરથી બાંધીને દેશની બહાર મોકલી દેવામાં આવશે. હવે માતાના આરોપ બાદ ગેસવિલે ઇન્ડિપેંડેટ સ્કુલ ડિસ્ટ્રિક્ટ પોલીસ તપાસમાં લાગી ગઇ છે.
ટેક્સાસની રહેવાસી જોસલીન રોજો કારાંજાએ આઠ ફેબ્રુઆરીએ આત્મહત્યા કરી લીધી હતી. તેની માંએ ફરિયાદ કરી કે તેના માતા પિતાને જંજીરમાં બાંધીને મોકલી દેશે અને તું એકલી જ અહીં રહી જઇશ. કહીને તેને એટલી ડરાવી દીધી હતી કે તેણે આત્મહત્યા કરી લીધી હતી.
જોસલીનની માં મર્બેલા કારંજાએ કહ્યું કે, મારી પુત્રીએ પણ ક્યારેય કોઇ સંકેત નથી આપ્યો કે તેઓ ખુબ જ તણાવમાં હતા. હું ક્યારેય જાણી શકી નહીં કે તેને શાળામાં બુલી કરવામાં આવી રહ્યા હતા.
11 વર્ષની બાળકી દ્વારા આત્મહત્યા કરવામાં આવ્યા સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. લોકો તેની નીતિઓને આ વિદ્યાર્થિની આત્મહત્યા માટે જવાબદાર છે.