ફ્રાન્સમાં સદીનું સૌથી ભયંકર વાવાઝોડું ૧૦૦૦થી વધુનાં મોતની આશંકા
૨૦૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનથી આખેઆખું ગામ મેયોટ સાફ
ફ્રાંસનાં મેયોટ વિસ્તારમાં આ સદીના સૌથી વધુ ભયંકર વાવાઝોડા ચિડો'એ ભારે વિનાશ વેર્યો છે અને આશરે ૧૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યાની આશંકા છે. વાવાઝોડા
ચિડો’એ ૨૦૦ કિમીથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો અને મોતનું તાંડવ મચાવ્યું હતું. હિદ મહાસાગરના ટાપુઓ પર ત્રાટકેલા ઉષ્ણકટિબંધીય વાવાઝોડાને કારણે થયેલા વ્યાપક વિનાશ બાદ ચોક્કસ આંકડા આપવાનું હાલ અત્યંત મુશ્કેલ છે તેમ જણાવી એક સરકારી અધિકારીએ કહ્યું હતું કે, મોતનો આંકડો હજારોમાં હોઈ શકે છે. અત્યાર સુધીમાં કેટલીક લાશો મળી આવી છે. આફ્રિકાના કિનારે દક્ષિણ-પૂર્વ હિદ મહાસાગરમાં સ્થિત મેયોટ, ફ્રાન્સનો સૌથી ગરીબ ટાપુ પ્રદેશ અને યુરોપિયન યુનિયનનો સૌથી ગરીબ પ્રદેશ છે.
`ચિડો’ વાવાઝોડાને કારણે ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાયો હતો, જેના કારણે મેયોટમાં અનેક મકાનોને નુકસાન થયું હતું, ઘણાં વૃક્ષો ઊખડી ગયાં હતાં અને હોડીઓ પલટી કે ડૂબી ગઈ હતી. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
મેયોટ પ્રીફેક્ટે જણાવ્યું હતું કે વાવાઝોડાએ જાહેર માળખાકીય સુવિધાઓને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે, જેમાં એરપોર્ટ, વિનાશક વિસ્તારો અને વીજ પુરવઠો ખોરવાયો છે.