ઇરાને પકડેલા જહાજમાંથી વધુ પાંચ ભારતીયોની મુક્તિ
હજુ પણ 11 ભારતીય નાગરિકો બંધક
13મી એપ્રિલે ઇરાને જપ્ત કરેલા વ્યાપારિક જહાજ એમએસસી એરિસમાંથી ગુરુવારે પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કરવામાં આવ્યા હતા અને એ તમામ ભારત આવવા માટે રવાના થઈ ગયા હોવાનું જાહેર થયું છે. ઇઝરાયેલ સાથે સંકળાયેલા આ જહાજમાં કુલ ૧૭ ભારતીય ખલાસીઓ હતા. તેમાંથી 13મી એપ્રિલે જ કેરાળા ના ત્રિશુર શહેરની એન્ પેસા જોસેફ નામની યુવતીને મુક્ત કરવામાં આવી હતી અને તે અઢારમી એપ્રિલે ભારત પરત ફરી ગઈ હતી.
આ જહાજે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરી ઈરાની જળસીમામા પ્રવેશ કર્યો હોવાનું બહાનું કાઢી ઇરાને તેને જપ્ત કરી લીધું હતું. એ જહાજમાં 17 ભારતીય ખલાસીઓ હોવાને કારણે તેમની મુક્તિ માટે ભારત દ્વારા ઉચ્ચ સ્તરેથી રાજદ્વારી પ્રયાસો હાથ ઉતરાયા હતા.
શુક્રવારે પાંચ ભારતીય ની મુક્તિ બદલ ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનના સત્તાવાળાઓનો આભાર માન્યો હતો. આ અગાઉ ભારતની વિનંતીને માન આપીને ઈરાને ભારતીય અધિકારીઓને ભારતના ખલાસીઓ સાથે મળવાની પણ મંજૂરી આપી હતી. બધા જ ખલાસીઓ ની તબિયત સારી હોવાનું અને બીજી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન હોવાનું વિદેશ મંત્રાલયે જાહેર કર્યું હતું અને બાકી રહેલા 11 ખલાસીઓની પણ સત્વરે મુક્તિ થશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો
