સાધુ ચિન્મય કૃષ્ણદાસ ના વકીલ પર કટરવાદીઓનો ઘાતક હુમલો
સાધુનો કેસ લડવા એક પણ વકીલ તૈયાર ન થતાં વધુ એક માસ માટે જેલ હવાલે
બાંગ્લાદેશમાં પોલીસે જેમની દેશદ્રોના આરોપસર ધરપકડ કરી છે એ સાધુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુના વકીલ રમણ રોય ઉપર ઈસ્લામિક કટ્ટરવાદીઓએ ઘાતક હુમલો કરતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આઇસીયુમાં તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાની માહિતી ઇસ્કોનના કોલકત્તાના પ્રવક્તા રાધારમણ દાસે આપી હતી.
રાધારમણ દાસના કહેવા મુજબ એ વકીલનો દોષ માત્ર એટલો જ હતો કે તેઓ ચિન્મય કૃષ્ણદાસ વતી કેસ લઇ રહ્યા હતા. ઇસ્લામિક કટ્ટરવાદીઓએ એ વકીલ ઉપર હુમલો કરી તેમના ઘરમાં તોડફોડ કરી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. એક ટ્વિટ દ્વારા તેમણે
ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા વકીલ માટે પ્રાર્થના કરવાની લોકોને વિનંતી કરી હતી. બીજી તરફ બાંગ્લાદેશના એક પણ અખબારે આ સમાચારની નોંધ પણ લેવાનું ટાળ્યું હતું. કેટલાક વકીલોએ પણ આવી કોઈ ઘટના ન બની હોવાનો દાવો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે સાધુ ચિન્મય કૃષ્ણદાસને ધરપકડ બાદ અગાઉ કોર્ટમાં હાજર કરાયા ત્યારે થયેલા ઘર્ષણમાં એક પબ્લિક પ્રોસિક્યુટરની હત્યા થઈ હતી. એ વકીલ સાધુ ચિન્મય પ્રભુનો કેસ લડતા હોવાથી કટરવાદીઓએ તેમની હત્યા કરી હોવાના મેસેજ એ સમયે સોશિયલ મીડિયા પેટ્રોલ પંપ પર વાયરલ થયા હતા. હકીકતમાં હત્યાનો ભોગ બનેલ વકીલ સરકારી વકીલ હતા. બાંગ્લાદેશના કેટલાક વકીલાએ આ વખતે પણ સાધુના વકીલ ઉપર હુમલો થયા હોવાના અહેવાલો તથ્યહીન હોવાનો દાવો કર્યો હતો.
સાધુ નો કેસ ન લડી શકે એ માટે 70 હિન્દુ વકીલો સામે ખોટા ગુના નોંધાયા
બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેના અત્યાચારને કારણે પ્રવૃત્તિ રહેલી ભરેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે
મંગળવારે સાધુ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની જામીન અરજીની કોર્ટમાં સુનાવણી હતી પરંતુ ઇસ્લામિક કટરવાદીઓના ખૌફને કારણે એક પણ વકીલ તેમનો કેસ લડવા તૈયાર ન થતાં અદાલતે તેમને ફરી જેલ ભેગા કર્યા હતા. આ કેસની સુનવણી હવે બીજી જાન્યુઆરીએ થશે એટલે કે વધુ એક મહિનો સાધુને જેલમાં રહેવું પડશે. બીજી તરફ સાધુનો કેસ લડતા રોકવા માટે બાંગ્લાદેશના 70 હિંદુ વકીલો સામે
એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવ્યા હોવાનો બાંગ્લાદેશ સંમીલિત સનાતન જાગરણ જ્યોત સંસ્થાએ આક્ષેપ કર્યો હતો. સાધુ વતી કોઈ વકીલ કેસ ન લડી શકે તે માટે તાક ધમકી ભર્યું વાતાવરણ ઊભું કર્યું હોવાનો એ સંસ્થાએ આક્ષેપ કર્યો હતો.
ભગવા ન પહેરો, તિલક ન કરો,ઓળખ છુપાવો: ઇસ્કોનની હિન્દુઓને સલાહ
બાંગ્લાદેશમાં કટરવાદીઓના હુમલા થી બચવા માટે હિન્દુઓને તેમની ઓળખ છુપાવવાની ઇસ્કોન કોલકત્તાના ઉપાધ્યક્ષ રાધા રમણ દાસે સલાહ આપી હતી. તેમણે કહ્યું કે અનેક પૂજારીઓ સાથે દુર્વ્યવહાર થાય છે. હિન્દુઓને નિશાન બનાવવામાં આવે છે. આ સંજોગોમાં ઝનૂની કટરવાદીઓના હુમલાથી બચવા માટે સાવધાન રહેવાની જરૂર છે. તેમણે પૂજારીઓ અને હિન્દુઓને ઘરમાં અને મંદિરમાં જ પૂજા કરવાનો અનુરોધ કર્યો હતો અને જાહેરમાં ભગવા વસ્ત્રો ન પહેરવાની, તિલક ભૂંસી નાખવાની અને તુલસીની માળા સંતાડી દેવાની સલાહ આપી હતી. પૂજારીઓને બહાર નીકળે ત્યારે માથું ઢાંકવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
દિલ્હીમાં જંતર મંતર ખાતે વિહીપ દ્વારા ઉગ્ર દેખાવ
બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારના વિરોધમાં ભારતના અનેક વિસ્તારોમાં પ્રચંડ દેખાવો થઈ રહ્યા છે.
મંગળવારે દિલ્હીમાં જંતર મંતર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેને સંબોધતા મહંત નવલક કિશોરદાસે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને હિન્દુ મહિલાઓ અને દીકરીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. લાખો હિંદવા વિસ્થાપિત થઈ ગયા છે. ધાર્મિક સ્થળો ધરાશાય કરી દેવામાં આવ્યા છે. સંતોને જેલમાં મોકલી દેવાયા છે.
તેમણે કહ્યું કે હિન્દુઓ પરનો આ અત્યાચાર કોઈ પણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં. વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ સચિવ સુરેન ગુપ્તાએ યુએન અને માનવ અધિકાર સંગઠનોને હિન્દુઓ પરના અત્યાચારો રોકવા માટે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી.
ત્રિપુરામાં બાંગ્લાદેશીઓ માટે હોટેલ રેસ્ટોરન્ટના દરવાજા બંધ
કોલકત્તાની અને ત્રિપુરાની કેટલીક હોસ્પિટલોએ બાંગ્લાદેશના દર્દીઓને સારવાર ન આપવાની જાહેરાત કર્યા બાદ હવે ત્રિપુરામાં બાંગ્લાદેશી નાગરિકો અને પર્યટકો માટે હોટેલ અને રેસ્ટોરન્ટમાં પ્રવેશ ઉપર પણ પાબંદી મૂકી દેવામાં આવી છે. ઓલ ત્રિપુરા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ ઓનર્સ એસોસિએશને એક જાહેર નિવેદન દ્વારા આ નિર્ણયની જાણકારી હતી. તે મુજબ હવે એક પણ બાંગ્લાદેશી પર્યટકને હોટેલમાં રૂમ નહી આપવામાં આવે. તેમજ ત્રિપુરાની એક પણ રેસ્ટોરન્ટ બાંગ્લાદેશી નાગરિકો કે પર્યટકોને ભોજન નહીં આપે. ત્રિપુરામાં કોંગ્રેસે સહિત અનેક રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા સલાહકાર મોહમ્મદ યુનુસના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. સોમવારે ત્રિપુરાના પાટનગર અગરતલા ખાતે બાંગ્લાદેશની રાજદૂત કચેરી ઉપર પણ હુમલો થયો હતો.
