કમલા હેરિસની પ્રચાર ઝુંબેશ માટે બિલગેટસનું 50 મિલિયન ડોલરનું જંગી દાન
માઈક્રોસોફ્ટના સહસ્થાપક અબજોપતિ બિલ ગેટસે અમેરિકાના પ્રમુખ પદના ઉમેદવાર કમલા હેરિસના પ્રચાર માટે ફંડ ઉઘરાવતી ફ્યુચર ફોરવર્ડ નામની એનજીઓને 50 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું. બિલ ગેટ્સે અમેરિકાના પ્રમુખ પદની અગામી ચૂંટણીને અન્ય તમામ ચૂંટણીઓ કરતા અલગ ગણાવી હતી.
નોંધનીય છે કે બિલ ગેટસે હજુ સુધી કમલા હેરિસની ઉમેદવારીને જાહેર સમર્થન નથી આપ્યું પરંતુ ખાનગી વાર્તાલાપમાં તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ ફેમિલી પ્લાનિંગ અને ગ્લોબલ હેલ્થ પ્રોગ્રામ માટેનું ફંડ ઘટાડી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરી હતી.
ન્યુયોર્ક ટાઈમ્સ ના એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે જે ઉમેદવાર હેલ્થ કેર ના વિકાસ માટે, ગરીબી ઘટાડવા માટે અને ક્લાઈમેટ ચેન્જ માટે સ્પષ્ટ રીતે પ્રતિબંધ હોય તેને હું ટેકો આપીશ. તેમણે વધુમાં ઉમેર્યું કે મને અલગ અલગ રાજકીય નેતાઓ સાથે કામ કરવાનો અનુભવ છે પણ આ ચૂંટણી અલગ છે અને તે અમેરિકનો તેમજ વિશ્વભરના સૌથી સંવેદનશીલ લોકો માટે અભૂતપૂર્વ મહત્વ ધરાવે છે.