તમે અમેરિકામાં સ્થાયી થવાનું વિચારો છો? તો જાણો ક્યારે મળી શકે ગ્રીન કાર્ડ
વર્તમાન સમયમાં અમેરિકા જવાની ભારતીયોની જબરજસ્ત હોડ લાગી છે. જેના પગલે ગ્રીન કાર્ડના વેઈટિંગમાં ભારે ભરખમ વધારો નોંધાયો છે. એક આંકડા મુજબ લગભગ 12.60 લાખ ભારતીયો અમેરિકન ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યાં છે. જેમાંથી 10 લાખ ભારતીયોને ગ્રીન કાર્ડ ક્યારે મળશે તેનો કોઈ ચોક્કસ ટાઈમ સામે આવ્યો નથી એટલે કઈ શકાય કે, અનેક દાયકા પણ લાગી શકે છે.
ગ્રીન કાર્ડની ડિમાન્ડ કાયમી રહેવાની
ગ્રીન કાર્ડએ અમેરિકામાં કાયમી વસવાટનો અધિકાર આપતો જરૂરી દસ્તાવેજ છે. જેના કારણે તેની કાયમી ડિમાન્ડ રહેવાની તે નક્કી જ છે. ઉલ્લેખનીય છે કે, જે માટે સૌથી વધુ અરજી ભારતીયોએ કરેલી છે. જેમાં ડોક્ટરોથી એન્જિનિયરો તમામ મોટા ગજાના લાયકાત ધરવાતા ભારતીયો સામેલ છે. ભારતીયોમાં સૌથી મજબૂત ડિમાન્ડ EB-1 કેટેગરીની છે.
અરજીઓ ક્લિયર કરવામાં 195 વર્ષ લાગી જશે !
સામે આવેલા આંકડા મુજબ નવેમ્બર 2023 સુધીમાં 12.60 લાખ ભારતીયોના ગ્રીન કાર્ડ માટે બેકલોગમાં નામ હતા. એક રિપોર્ટના દાવા મુજબ 2030 સુધીમાં આ સંખ્યા 22 લાખ રૂપિયા સુધી પહોંચી જશે. અમેરિકા જે ઝડપથી લોકોને ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરે છે જે બાબત જોતા એવું પણ જાણવા મળે છે કે, ભારતીયોના ગ્રીન કાર્ડની અરજીઓ ક્લિયર થવામાં લગભગ 195 વર્ષ લાગી જશે.