બાંગ્લાદેશમાં ફરી એક વખત હિન્દુઓપર હુમલો: પોલીસનું પક્ષપાતીવલણ
બાંગ્લાદેશના ચિત્તાગોંગ શહેરમાં કટરવાદી ઈસ્લામિક સંગઠન જમાત -એ- ઇસ્લામીના એક સભ્યએ હિન્દુ ધર્મ અને ઇસ્કોન મંદિર વિશે સોશિયલ મીડિયા પર કરેલી અભદ્ર ટિપ્પણી બાદ વાતાવરણ તંગ બન્યું હતું. એ ઘટનાના અનુસંધાને બંને સમુદાયો વચ્ચે થયેલી અથડામણ દરમિયાન બાંગ્લાદેશ આર્મી અને પોલીસ હિન્દુઓ ઉપર તૂટી પડતાં હિન્દુ સમુદાયમાં ભારે ભયનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર જમાત- એ- ઇસ્લામીના ઓસમાન અલી નામના સભ્યએ હિંદુ ધર્મ અને ઇસ્કોન મંદિર વિશે અશોભનીય ટિપ્પણી કર્યા બાદ હજારી ગલી વિસ્તારમાં આવેલ તેની દુકાન સામે હિન્દુઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. નોંધનીય છે કે ચિત્તાગોંગના હજારી ગલી વિસ્તારમાં હિન્દુઓની બહુમતી છે.એ દરમિયાન હિન્દુઓ દ્વારા થઈ રહેલા શાંત વિરોધ પ્રદર્શન ઉપર કટરવાદીઓએ હુમલો કરતા બંને સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી.
ઘટનાની જાણ થતા બાંગ્લાદેશ પોલીસ તથા આર્મીની ટુકડીઓ હજારી ગલી વિસ્તારમાં દોડી ગઈ હતી. એ દરમિયાન સુરક્ષા દળોએ હુમલાખોર મુસ્લિમ સમુદાય સામે પગલાં લેવાને બદલે હવામાં ગોળીબાર કર્યા બાદ હિન્દુઓ ઉપર ક્રૂરતાપૂર્વક લાઠીચાર્જ કર્યો હતો. એ ઘટના બાદ હજારી ગલી વિસ્તાર પોલીસ છાવણીમાં પલટાઈ ગયો છે. ભાઈના માર્યા હિન્દુ સમાજના લોકોને ઘરમાં પુરાઈ રહેવું પડે તેવી સ્થિતિ હોવાનું બાંગ્લાદેશના અખબારોએ જણાવ્યું હતું. સુરક્ષા દળો દ્વારા હિન્દુ મકાનોમાં ડોર ટુ ડોર સર્ચ પણ કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે બાંગ્લાદેશમાંથી દેશ નિકાલ થયેલ લેખિકા તસ્લીમાં નસરીમે X ઉપર તોફાન અને પોલીસ અત્યાચારના વિડીયો સાથે કરેલા ટ્વિટમાં લખ્યું હતું,” ચિતાગોંગ: હિન્દુ વિરુદ્ધ બાંગ્લાદેશ આર્મી..”