Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકાથી પરત ફરેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડી દેવાયા

Thu, February 6 2025

અમેરિકાથી લશ્કરી વિમાનમાં બેસાડીને ભારત પરત મોકલી દેવાયેલા તમામ 33 ગુજરાતીઓ ગુરુવારે સવારે 6:15 મિનિટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. એ તમામ લોકોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જે તે જિલ્લાઓની પોલીસ દ્વારા તેમના ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. ખૂબ અપમાનિત અને હડધૂત થઇને પરત ફરેલા મોટાભાગના લોકોએ તેમના ચહેરા છુપાવવાની કોશિશ કરી હતી. કેટલાક લોકો રડી પડ્યા હતા. ઉતારુઓને પોલીસ દ્વારા કોર્ડન કરીને એરપોર્ટની બહાર લાવવામાં આવ્યા હતા. આ બધાનું તેમના ઘરે પરિવારજનો સાથે મિલન થયું ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હવે એ બધાની સ્થાનિક પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે.


અમેરિકાથી ગેરકાયદે ભારતીય વસાહતીઓને લઈ અને આવેલું વિમાન બુધવારે અમૃતસર એરપોર્ટ પર ઉતાર્યું હતું. ત્યાંથી 33 ગુજરાતી લોકોને ઇન્ડિગોની ફ્લાઈટ દ્વારા સવારે 6:15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા.


એ પૂર્વે અમદાવાદની સ્થાનિક પોલીસ, એલસીબી, આઈબી અને એસઓજીના જવાનોનો જંગી કાફલો એરપોર્ટ પર ખડકી દેવામાં આવ્યો હતો. પ્લેનમાંથી બહાર આવેલા તમામ લોકોને ડોમેસ્ટિક લોન્જ પાસે રોકવામાં આવ્યા હતા. આઈબી દ્વારા તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસે બધાના પાસપોર્ટ તેમજ કોન્ટેક નંબર ની ખરાઈ કરી હતી. સાથે જ જે તે જિલ્લાની પોલીસ પણ એરપોર્ટ પર તૈનાત કરી દેવામાં આવી હતી.


પોલીસે કોર્ડન કરીને એક પછી એક વ્યક્તિને બહાર કાઢી હતી. તે સમયે તેમની સાથે વાત કરવાના પત્રકારોના પ્રયાસ અસફળ રહ્યા હતા.બાદમાં તમામ લોકોને જે તે જિલ્લાની પોલીસને સોંપણી કરવામાં આવી હતી અને એ પોલીસના વાહનોમાં જ બધાને તેમના વતનના ઘર સુધી લઈ જવામાં આવ્યા હતા.


પરત ફરેલાઓમાં બે બાળકો સાથેનો એક પરિવાર પણ હતો. અમેરિકામાં સ્થાયી થવાનું સ્વપ્ન ભાંગી પડ્યા બાદ પરત આવેલી એક યુવતી જોરદાર આંસુએ રડી પડી હતી.


અમદાવાદ એચ ડીવીઝન ના એસપી આર. ડી. ઓઝાના જણાવ્યા અનુસાર કોઈની તાત્કાલિક પૂછપરછ કરવામાં આવી ન હતી. ઘરે પહોંચી ગયેલા લોકોની હવે જે તે જિલ્લાની પોલીસ પૂછપરછ કરશે.
અમેરિકાથી પરત ફરેલા લોકોમાં સૌથી વધારે 14 વ્યક્તિ ગાંધીનગરની હતી. એ ઉપરાંત મહેસાણાના નવ પાટણના 4, અમદાવાદના 2 તથા બનાસકાંઠા, વડોદરા, આણંદ, અને ભરૂચની એક એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

હાથકડી પહેરાવવાને કારણે માનસિક હાલત ખરાબ: યુવતીના ભાઈનો દાવો

વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલ નામની યુવતી ઘરે પહોંચી ત્યારે અત્યંત ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા.
તેમના પરિવારજનો જોરદાર આંસુએ રડી પડ્યા હતા. બીજી તરફ પુત્રી પરત આવી ગયા ની ખુશી પણ હતી.
ખુશ્બુ પટેલ કઈ રીતે અમેરિકા પહોંચી તે અંગે કોઈ જાણકારી ન હોવાનું એ પરિવારના મહિલાએ જણાવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડી હતી. વિમાનમાં હાથકડી પહેરાવવાને કારણે તેની માનસિક હાલત ઠીક ન હોવાનું તેના ભાઈએ જણાવ્યું હતું.

મીડિયાને દૂર રખાયું

અમદાવાદ એરપોર્ટ ઉપર જંગી પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. એક એક ઉતારુને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ એરપોર્ટની બહાર કાઢી જે તે જિલ્લાના પોલીસ વાહનોમાં બેસાડી દેવામાં આવ્યા હતા. એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પત્રકારો પણ ઉપસ્થિત હતા પરંતુ તેમને પરત ફરેલા લોકોથી દૂર રાખવામાં આવ્યા હતા. મેણુંદ ગામે પોતાના ઘરે પરત ફરેલ કેતુલ પટેલ નામના યુવાનના ગભરાઈ ગયેલા પરિવારજનો એ મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. એ જ રીતે ખોરાજ ગામે પરત ફરેલા કેતુલ દરજીના પરિવારજનોએ પણ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

Share Article

Other Articles

Previous

પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા કરવા મમતાની માંગણી

Next

Kiss Controversy : ઉદિત નારાયણનો વધુ એક કિસીંગ વિડીયો થયો વાયરલ, લોકોએ સિંગરને કર્યા ટ્રોલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
1 દિવસ પહેલા
સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
1 દિવસ પહેલા
સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ: કુલદીપ-ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી, વિકેટ લીધા બાદ કુલદીપ-કોહલીનો ડાન્સ વાયરલ
1 દિવસ પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

પરસોતમ રૂપાલાએ ફરી વખત ક્ષત્રીય સમાજને કરી વિનંતી… માગી માફી.. જુઓ વિડિયો
ગુજરાત
2 વર્ષ પહેલા
શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના : બિહારના જહાનાબાદના સિદ્ધેશ્વર મંદિરમાં ભાગદોડ મચી જતા 7 લોકોના મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઇડીના ગુજરાતમાં ધામા: 200 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ
ગુજરાત
1 વર્ષ પહેલા
સુરત વન વિભાગે ‘પુષ્પા સ્ટાઇલ’માં લાકડા ચોરીનું નેટવર્ક પકડી પાડ્યું
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર