ચીન સાથેના કરાર બાદ ફરી એક વખત માલદીવના પ્રમુખે ઝેર ઓક્યું…વાંચો શું કહ્યું
ભારતના નાગરિક અધિકારીઓને પણ સ્વીકારવાનો ઇનકાર
ચીન પાસેથી મફત મીલીટરી સહાય મેળવવાનો કરાર કર્યા બાદ માલદેવના ભારત વિરોધી પ્રમુખ મોહમ્મદ
મુઇઝ્ઝુએ માલદીવમાંથી ભારતીય સૈનિકોને પરત મોકલવાનો નિર્ધાર ફરી એક વખત દોહરાવ્યો હતો. દસમી મે પછી માલદીવમાં એક પણ ભારતીય અસૈનિક કે નાગરિક અધિકારી નહીં હોય તેવી તેમણે જાહેરાત કરી હતી.
મુઇઝ્ઝુએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ ભારતીય સૈનિકોને દૂર કરવાનું વચન આપ્યું હતું. માલદેવના જુદા જુદા ટાપુના ત્રણ એવીએશન પ્લેટફોર્મ પર ફરજ બજાવતા 80 ભારતીય સૈનિકોઅને મોટેભાગે મેડિકલ ઈમરજન્સી સમયે દર્દીને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવાની સેવા કરે છે. આ સૈનિકોને પરત મોકલવા માટે ભારત અને માલદીવ વચ્ચે સમજૂતી થઈ હતી. જોકે માલદેવના પ્રમુખના આ નિર્ણયનો ઘર આંગણે વિરોધ થયો હતો. બાદમાં બંને દેશો વચ્ચે થયેલી સમજૂતીના ભાગરૂપે ત્રણ પૈકીના એક એવીએશન પ્લેટફોર્મ નો ચાર્જ ભારતના નાગરિક અધિકારીઓએ સંભાળ્યો હતો. મુઇઝ્ઝુ એ હવે માત્ર સૈનિકો જ નહીં પરંતુ અન્ય અધિકારીઓને પણ ન સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે. 10 મી મેં પછી સાદા ડ્રેસમાં પણ કોઈ ભારતીય અધિકારી માલદીવમાં નહીં હોય તેવી તેમણે ઘોષણા કરતાં બંને દેશો વચ્ચે સંબંધ વધુ કથળશે તેવું ચિત્ર ઉપસ્યું છે.