મેક્સિકો પછી હવે કેનેડા સામેના ટેરિફ ઉપર પણ લાગી ગઈ બ્રેક
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધૂમ ધડાકાભેર ટેરિફ વોર શરૂ કર્યાની 24 કલાકમાં જ ન્યુટન લીધો હતો અને મેક્સિકો અને કેનેડા પર 25% ટેરિફ લાદવાના નિર્ણયનો કમલ એક મહિના સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.ટ્રમ્પે આ નિર્ણય મેક્સિકોના પ્રમુખ કલાઉડિયા શેઇનબામ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો સાથે વાત કર્યા બાદ લીધો હતો. એ બંને નેતાઓએ સરહદ પર ગેરકાયદે ઘૂસણખોરી અટકાવવા તથા ડ્રગની દાણચોરી બંધ કરવા માટે કડક પગલાં લેવાની પ્રતિબંધ થતા દાખવ્યા બાદ ટેરીફ મોકો ફીનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે મેક્સિકો સરકારે મેક્સિકો અને અમેરિકાને જોડતી સરહદ પર 10,000 સૈનિકો મોકલી આપ્યા છે. એ ઉપરાંત કેનેડાએ પણ સરહદ સુરક્ષિત કરવા માટે અને અમેરિકામાં ઠલવાતા ફેન્ટાનિલ સહિતના નશીલા દ્રવ્યો અને રોકવા માટે વચન આપ્યું હોવાનું ટ્રમ્પે જણાવ્યું હતું.
નોંધનીય છે કે ટ્રમ્પે શરૂ કરેલા ટેરી પોવરને કારણે સમગ્ર વિશ્વને આર્થિક વ્યવસ્થા ડામાડોળ થવા લાગી હતી. કેનેડા અને મેક્સિકોમાં મંદીના ડાકલા સંભળાવવા લાગ્યા હતા. બીજી તરફ એ બંને દેશોએ પણ અમેરિકા પર વળતો 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
આ ટેરિફ વોરને કારણે અમેરિકાના લોકોએ પણ સહન કરવું પડશે તેવું ખુદ ટ્રમ્પે પણ સ્વીકાર્યું હતું. અત્રે એ પણ યાદ કરવું જરૂરી છે કે ટ્રમ્પે ચીન ઉપર પણ 10% ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કર્યો હતો. એ ઉપરાંત તેમણે યુરોપિયન યુનિયનના દેશો અને યુકે ઉપર પણ ટેરીફ ઝીંકવાની ચેતવણી પણ આપી હતી. જો કે હવે ટેરીફ મોકૂફીને લાગેલી એક મહિનાની બ્રેક ઘીના ઠામમાં ઘી ઢોળાઈ રહ્યું હોવાના નિર્દેશ આપે છે.