અદાણી જુથની લાંચનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
વકીલ તિવારીએ અમેરિકા બાદ ભારતમાં પણ તપાસની માંગ કરી
અમેરિકન કોર્ટમાં આરોપ અને એસઇસીની ફરિયાદ બાદ હવે ગૌતમ અદાણીનો મામલો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચી ગયો છે. અમેરિકામાં ગૌતમ અદાણી અને અન્યો પર મોટા કોન્ટ્રાક્ટ મેળવવા માટે સરકારી અધિકારીઓને લાંચ આપવાનો પણ આરોપ છે. પરંતુ, સુપ્રીમ કોર્ટમાં તાજેતરની અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે મહાભિયોગનો આદેશ અને એસઇસી ફરિયાદ અદાણી જૂથના ભ્રષ્ટાચારનો પર્દાફાશ છે.
આ તાજેતરની અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અદાણી જૂથ સામેના આ આરોપો ખૂબ જ ગંભીર છે અને તેની તપાસ ભારતમાં થવી જોઈએ. રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને આ સમગ્ર મામલાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
આ અરજી વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં અદાણી ગ્રુપ વિરુદ્ધ દાખલ કરી છે. અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં વિશાલ તિવારી મુખ્ય અરજદારોમાંના એક હતા.
