પેરુમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર
દક્ષિણ અમેરિકાનાં દેશ પેરુમાં આજે ધરતીકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પેરુના પશ્ચિમમાં આવેલા એટિક્યુઇપાથી 8 કિલોમીટર દૂર ચાલા ખાતે નોંધાયું હતુ. યુએસ જીઓલોજિકલ સર્વેના રિપોર્ટ મુજબ આ ભૂકંપ શુક્રવારે સવારે બરાબર 11 વાગીને 6 મિનિટે આવ્યો હતો. જોકે હજુ સુધી પેરુની સરકારે જાન માલના નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ સુનામીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
7.2ની તીવ્રતાના આ જોરદાર ભૂકંપના આંચકા પેરુના રાજ્યોમાં અનુભવાયા છે. સ્થાનિક અહેવાલો મુજબ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા, રસ્તાઓ પર જ્યાં વાહનો ચાલી રહ્યા હતા ત્યાં ડરના માર્યા તે જ સ્થળે થંભી ગયા.આ પહેલા 16 જૂને પેરુમાં ધરતીકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. જોકે ત્યારે પણ કોઈ પ્રકારનું જાન માલનું નુકસાન થયું નહોતું.