બાઈડન માટે 400 રૂમની હૉટલ બુક : જિનપિંગ, સુનક અને અલ્બાનીઝ માટે પણ ખાસ સુવિધા
સિક્યોરિટી માટે ITC મૌર્ય હોટલનાનાં દરેક ફ્લોર પર અમેરિકન સીક્રેટ સર્વિસ કમાંડો તૈનાત રહશે. જો બાઈડન હોટલનાં 14માં ફ્લોર પર રહેશે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવતા મહિને એટલે કે ૮ થી ૧૦ સપ્ટેમ્બર વચ્ચે G20 શિખર સમ્મેલન થવા જઈ રહ્યું છે જેને લઈને તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડાં જ દિવસોમાં નેતાઓ અને પ્રતિનિધિઓનું આગમન થશે. સમ્મેલન દરમિયાન દિલ્હી-NCRનાં 30થી વધુ હોટલ પ્રતિનિધિઓની મેજબાની કરશે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન ITC મૌર્ય શેરેટનમાં રોકાશે. તાજ પેલેસમાં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ રહેશે.
જો બાઈડન માટે બનશે હોટલમાં સ્પેશિયલ લિફ્ટ
રિપોર્ટ અનુસાર જ્યાં બાઈડન રહેવાનાં છે તેવા ITC મૌર્ય હોટલનાં દરેક ફ્લોર પર અમેરિકન સીક્રેટ સર્વિસનાં કમાંડો તૈનાત રહેશે. તેઓ 14માં માળે રોકાશે. અહીં સુધી પહોંચવા માટે વિશેષ લિફ્ટ લગાડવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર આ હોટલનાં આશરે 400 રૂમ બુક કરી દેવામાં આવ્યાં છે. તો બ્રિટનનાં પ્રધાનમંત્રી ઋષિ સુનક શાંગરી-લા હોટલમાં રોકાશે. ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોન ક્લેરિજેઝ હોટલમાં રોકાશે. ઑસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી એલ્બાનીઝ ઈમ્પેરિયલ હોટલમાં રોકાશે.
દિલ્હીની આ હોટલો કરશે પ્રતિનિધિઓની મેજબાની
દિલ્હીની જે હોટલોમાં જી-20 સદસ્ય દેશોનાં પ્રતિનિધિઓ રોકાશે તેમાં ITC મૌર્ય, તાજ માનસિંહ, તાજ પેલેસ, હોટલ ઓબરૉય, હોટલ લલિત, ધ લોધી, લી મેરિડિયન, હયાત રીજેંસી, શાંગરી-લા, લીલા પેલેસ, હોટલ અશોક, ઈરોસ હોટલ, ધ સૂર્યા, રેડિસન બ્લૂ પ્લાઝા, જેડબ્લૂ મેરિયટ, શેરેટન, ધ લીલા એંબિએન્સ કન્વેંશન, હોટલ પુલમેન, રોસેટ હોટલ અને ધ એમ્પીરિયલ શામેલ છે.
7- 10 સપ્ટેમ્બર સુધી ભારત રહેશે બાઈડન
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20 શિખર સમ્મેલનમાં જોડાવા માટે 7-10 સપ્ટેમ્બર સુધી ભારત રહેશે. આ દરમિયાન યૂક્રેન યુદ્ધ સહિત અનેક વૈશ્વિક મુદાઓ પર અન્ય નેતાઓ સાથે ચર્ચા કરશે. વ્હાઈટ હાઉસનાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ બાઈડન, PM મોદીનાં જી-20 નેતૃત્વની પ્રશંસા પણ કરશે.