અમેરિકાના શહેરમાં 3 જી સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ જાહેર કરાયો
લૂઇસવિલે શહેરના મેયરે જાહેરાત કરી દીધી, મહાકુંભ અભિષેક ઊત્સવ ઊજવાયો
ભારતમાં સનાતન ધર્મના મુદ્દા પર મોટો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમેરિકામાં એક શહેરમાં 3 જી સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ જાહેર કરવામાં આવ્યો છે. હવે દર વર્ષે તેની ઊજવણી થશે.
લૂઇસવિલે નામના શહેરના મેયરે આ મુજબની સત્તાવાર જાહેરાત કરી હતી. આ શહેરમાં મંદિરમાં મહાકુંભ અભિષેક ઊત્સવની ઊજવણી દરમિયાન જાહેરાત થઈ હતી.
આ ઊત્સવમાં આર્ટ ઓફ લિવિંગના શ્રીશ્રી રવિશંકર સહિતના સંતો મહંતોએ ભાગ લીધો હતો. શહેરના મેયર ગ્રીનબર્ગે સનાતન ધર્મ દિવસની જાહેરાત કરી હતી.
અમેરિકામાં સનાતન ધર્મને લઈને હીણું સંગઠનો પણ લાગણીશીલ બન્યા છે અને આ દિવસ હવે દર વર્ષે અમેરિકામાં મનાવવામાં આવશે તેવી જાહેરાત થઈ હતી.
