ઇઝરાયલના હુમલાઓ વચ્ચે લેબેનોને 35 રોકેટ નાખ્યા
લેબેનોનમાં વિસ્થાપિત લોકોની સંખ્યા 1.2 મિલિયન સુધી પહોંચી
ઇઝરાયલ દ્વારા લેબેનોન અને ગાઝામાં હવાઈ અને ભૂમિ હુમલા ચાલુ જ રાખવામાં આવ્યા છે. એ જ રીતે સોમવારે આવેલા અહેવાલો મુજબ લેબેનોન દ્વારા ઇઝરાયલ પર 35 રોકેટ નાખવામાં આવ્યા હતા. જો કે મોટા ભાગના નાકામ થયા હોવાનો ઇઝરાયલ સેનાએ દાવો કર્યો હતો.
યહૂદી રાજ્યે પણ લેબનોનમાં ‘મર્યાદિત’ જમીન સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. ઇઝરાયેલના હુમલાઓએ લેબનોનમાં પણ મોટા પાયે વિનાશ સર્જ્યો છે. લેબનોનમાં વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા આશરે 1.2 મિલિયન સુધી પહોંચી ગઈ છે. આ માહિતી લેબનીઝ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સના ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ યુનિટે તેના એક રિપોર્ટમાં આપી છે.
ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે ‘7 ઓક્ટોબર હુમલા’ની પ્રથમ વર્ષગાંઠ પર હમાસે ઈઝરાયેલ પર મોટા હુમલાની યોજના બનાવી હતી જેને નિષ્ફળ બનાવી દેવામાં આવી હતી. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ અનુસાર, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ સોમવારે ઇઝરાયેલ પર રોકેટ છોડવાની યોજના બનાવી રહ્યું હતું.
હમાસની યોજના વિશે માહિતી મળ્યા બાદ ‘તાત્કાલિક ધમકીને નિષ્ફળ કરવામાં આવી હતી’. દળોએ અહેવાલ આપ્યો હતો કે સવારે 6:30 વાગ્યા પહેલા (જ્યારે હમાસે રોકેટ છોડવાની યોજના બનાવી હતી) ગાઝામાં યુદ્ધ વિમાનોએ ઘણા રોકેટ લોન્ચર અને ટનલ પર હુમલો કર્યો હતો.