સૌથી ટૂંકી હવાઈ મુસાફરી : એક એવી ફ્લાઈટ, જે માત્ર 80 સેકન્ડમાં જ પુરી કરે છે સફર… જાણો
સૌથી ટૂંકી હવાઈ મુસાફરી 80 સેકન્ડ એટલે કે લગભગ દોઢ મિનિટની છે. વિશ્વની સૌથી ટૂંકી હવાઈ યાત્રા છે, જે માત્ર થોડીક સેકન્ડમાં પૂરી થાય છે. વિમાનને ટેકઓફથી લેન્ડિંગ સુધી માત્ર 80 સેકન્ડનો સમય લાગે છે. આજે અમે તમને દુનિયાની સૌથી ટૂંકી હવાઈ મુસાફરી વિશે જણાવીશું.
આ યાત્રા બે ટાપુઓ વચ્ચેની છે, જ્યાં ન તો કોઈ રોડ છે કે, ન તો કોઈ રેલવે લાઈન એટલે કે ત્યાં કોઈ બસ કે કોઈ ટ્રેન જતી નથી. મુસાફરી કરવાનો એકમાત્ર રસ્તો વિમાન છે.સ્કોટલેન્ડમાં ઓર્કની આઇલેન્ડ પર લોગન એર દ્વારા બે ટાપુઓ વચ્ચે આ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવે છે. લગભગ 50 વર્ષથી આ ફ્લાઈટ સેવા શરૂ છે.આ ફ્લાઇટ સ્કોટલેન્ડના ઓર્કની દ્વીપસમૂહમાં આવેલા બે ટાપુઓ વેસ્ટ્રે અને પાપા વેસ્ટ્રે વચ્ચેનું 2.7 કિલોમીટરનું અંતર લગભગ 80 સેકન્ડમાં કવર કરે છે.આ વિમાનો 8 સીટર હોય છે, જે આ બે ટાપુઓ વચ્ચે ચાલે છે. મોટે ભાગે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો આ પ્લેન સેવાનો લાભ લે છે.વિમાનના ભાડા મોંઘા હોય છે, તેથી ત્યાંની સરકાર લોકોને ભાડામાં ડિસ્કાઉન્ટ આપે છે. હાલમાં કંપનીઓ એક ટાપુથી બીજા ટાપુ પર જવા માટે 17 થી 18 પાઉન્ડ ભાડું લે છે.